Abtak Media Google News

૧પ જાન્યુ.એ હરિદ્વારમાં ગંગાનદીમાં અસ્થિ વિસર્જન કરાશે

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરગમ કલબ સંચાલીત રામનાથપરા સ્મશાન ગૃહ મુકિતધામ ખાને સમુહ અસ્થિ પુજનનો કાર્યક્રમ રવિવારે સવારે ૯ થી ૧૧ કલાકે યોજવામાં આવેલ છે.

મુકિતધામમાં લાડકા તથા વિઘુત તેમજ ગેસ આધારીત સ્મશાન વિભાગમાં અંતિમવિધિ કરાયેલા તા. ૧- જુલાઇ થી ૩૧-ડીસેમ્બર -૨૦૧૮ સુધીમાં અવસાન પામેલાના આત્માના મોક્ષાર્થે સમુહ અસ્થિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સમુહમાં પુજન થયા બાદ તા. ૧પ-૧ મંગળવારે સવારે ૭ કલાકે હરદ્વાર ખાતે ગંગાના પવિત્ર જળમાં સરગમ કલબના લેડીઝ-જેન્ટસ કમીટી સમુહ અસ્થિ વિસર્જન કરશે.

અવસાન પામેલા વ્યકિતના પરિવારજનોને અલગ પત્રથી તેમના ઘરે જાણ કરવામાં આવી છે. આપ્તજનોનાં પરિવારના લોકોએ પુજાપાના સામાન સાથે ઉપર્યુકત મુકિતધામ સ્થળે સમયસર હાજર રહેવા જણાવાયું છે. શાસ્ત્રોકત વિધી માટે બ્રાહ્મણની વ્યવસ્થા સરગમ કલબ દ્વારા કરવામાં આવેલછે.

જે પરિવારજનો પોતાના સ્વ.ના અસ્થિ અલગથી રાખવા માંગતા હોય અથવા જે પરિવારજનો પોતાના સ્વ.ના અસ્થિ પોતે પોતાની રીતે હરદ્વાર લઇ જવા માંગતા હોય તેમણે મુકિતધામ ખાતે ફોન નં. ૨૨૨૧૯૫૦ અથવા ફોન નં. ૨૨૩૭૯૦૦ ઉપર જાણ કરી દેવા અનુરોધ છે. જે લોકો જાણ નહીં કરે તેઓના સ્નેહીજનોના અસ્થિ હરિદ્વાર મુકામે ગંગામાં વિસર્જન કરવામાં આવશે.

સરગમ કલબના પ્રમુખ તથા મુકિતધામનાં મુખ્ય સંચાલક ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું કે દર વર્ષે સરગમ કલબ દ્વારા આ રીતે સમુહ અસ્થિ પુજન કરીને હરદ્વાર મુકામે સમુહ અસ્થિ વિસર્જન ગંગાના પવિત્ર જળમાં કરાય છે. દરેક પરિવારજનોએ નિયત સમયે સમુહ અસ્થિ પુજનની શાસ્ત્રોકત વિધીમાં હાજર રહેવા અનુરોધ છે.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ મુકિતધામ સંચાલન સમીતીના સદસ્ય મનસુખભાઇ ધંધુકીયા, રમેશભાઇ અકબરી અને લેડીઝ જેન્ટસ કલબના હોદેદારો વગેરે વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.