ગિરગઢડાના ભેભા ગામે જૂથ અથડામણ …

ગિરગઢડા તાલુકા ના ભેભા ગામે એક જ કોમનાબે જૂથ વચ્ચે અથડામણ

ભેભા ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સામસામે પક્ષે મારમારી થઈ હતી અને આશરે 20 જેટલા લોકો ઘાયલ થયા હતા.

ઘાયલો ને ઉના અને ડોળાસા હોસ્પિટલ ખસેડાયા અને તેઓની સારવાર ચાલુ છે.

બનાવની વિગત જોઈએ તો ગત રાત્રે નજીવી બાબતે ઘટના બની હતી અને જોતજોતામાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અથડામણ થતાં આશરે 20 જેટલા લોકો ધાયલ થયા છે.

પોલીસે બંને પક્ષ ના 12 થી વધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે આગળની કાર્યવાહી અને કેસની તજવીજ કરાઇ છે અને રાયોટિંગ ની ફરિયાદ નોંધી ધારાધોરણ મુજબ કામગીરી હાલ ચાલુ છે.

Loading...