Abtak Media Google News

જીટીયુના પાંચમાં સેમેસ્ટરના પરીણામોમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન વી.વી.પી.એ. મેળવી અને કોમ્પ્યુટર એન્જીનીયરીંગની વિદ્યાર્થીની હેલી શાંતિલાલ માકડીયા જીટીયુના પાંચમાં સેમેસ્ટરના પરીણામોમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કુ. હેલીએ જીટીયુના ચોથા સેમેસ્ટરના પરીણામોમાં પણ ૧૦માંથી ૧૦ એસ.પી.આઇ. મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. પાંચમાં સેમેસ્ટરમાં હેલીએ ૧૦માંથી ૯.૮૦ એસ.પી.આઇ. પ્રાપ્ત કર્યા છે. રાજકોટ શહેરના અગ્રગણ્ય બીલ્ડર શાંતિલાલ છગનલાલ માકડીયા તથા ભાવનાબેન શાંતિલાલ માકડીયાની સુપુત્રી ચિ.હેલીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી વી.વી.પી. ઇજનેરી કોલેજ તથા માકડીયા પરિવારનું નામ રોશન કર્યુ છે.કુ. હેલીની સફળતાને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુક્લ,ડૉ. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આચાર્ય ડૉ. જયેશભાઇ દેશકર, કોમ્પ્યુટર વિભાગના વડા ડૉ. તેજસભાઇ પાટલીયા તથા સમગ્ર પ્રાધ્યાપકગણ અને કર્મચારીગણે બિરદાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.