સરકારને હાશકારો: એલઆરડી ભરતી પ્રક્રિયામાં સરકારે ‘સમજુતી’ કરી

ભરતીમાં અનામત જગ્યાઓમાં અન્યાય નહીં કરવાની રાજય સરકારે ખાત્રી આપતા અનામત વર્ગના મહિલા ઉમેદવારોનું આંદોલન સમેટાયું

રાજય પોલીસ તંત્રમાં લોક રક્ષક દળ એટલે કે એલ.આર.ડી. ની ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોને અન્યાયની થવાની લાગણી સાથે ગાંધીનગરમાં છેલ્લા ૭૫ દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. આ ભરતીમાં રાજય સરકારે તેના તા. ૧-૮-૧૮ ના પરિપત્રનો અમલ કરવાનો નિર્ણય કરતા અનામત છેડયું હતુ. આ આંદોલન ધીમે ધીમે ઉગ્રતા પકડતું જતું હોય રાજય સરકારે આ આંદોલનકારીઓ સાથે વાટાઘાટ કરીને આ પરિપત્રનો અમલ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જે સામે બિન અનામત વર્ગના ઉમેદવારોએ જેમને અન્યાય થવાના ડરથી આંદોલનની ચીમકી આપી હતી. જેથી સરકારે વચગાળાનો રસ્તો કાઢીને એલ.આર.ડી. ભરતીમાં જગ્યાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

દરમ્યાન ગઇકાલે મુખ્યમંત્રી રૂપાણીની સુચનાથી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અનામત આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરીને ન્યાયની ખાતરી આપતા આ આંદોલન સમેટાયું હતું. જેથી સરકારે હાશકારો અનુભવ્યો છે.

એલઆરડીની ભરતીમાં  રાજ્ય સરકારે બેઠકો વધારી નવી ફોર્મ્યુલા આધારે ભરતી કરવા નક્કી કર્યુ હતુ જેના કારણે બિન અનામત વર્ગના ઉમેદવારો માની ગયા હતાં પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ એક જ જીદ કરી હતી કે, જયાં સુધી તા.૧.-૮-૧૮નો પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે ગઈ કાલે ગાંધીનગરમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અનામત વર્ગની મહિલા ઉમેદવારો સાથે બેઠક યોજી ઠરાવ અંગેની અસમંજસતાને દૂર કરી હતી. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતુંકે, અનામતની નીતિનો સંપૂર્ણપણે અમલ થશે. તા.૧-૮-૧૮ના પરિપત્રનો અમલ કરાશે નહીં. ૨૪૦૦થી વધુ બેઠકો વધારી કોઇપણ વર્ગને નુકશાન ન જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોર્ટમાં ય કોઇ કાનૂની અવરોધ ઉભો નહી થાય. આ ખાતરી બાદ આંદોલનકારીઓ આંદોલન સમેટી લીધુ હતું. આમ,એલઆરડીની ભરતીના વિવાદ પર હવે પૂર્ણવિરામ મૂકાયુ હતું.

હજુય સત્યાગ્રહ છાવણીએ આદિવાસીઓ અનામતના ખોટા પ્રમાણપત્ર રદ નહી થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી જીદ લઇને આંદોલન કરી રહ્યાં છે. જો કે આ આંદોલન સમેટવા માટે રાજય સરકારે સમજુતી કરવી પડે

એલઆરડીની ભરતીમાં  રાજ્ય સરકારે બેઠકો વધારી નવી ફોર્મ્યુલા આધારે ભરતી કરવા નક્કી કર્યુ હતુ જેના કારણે બિન અનામત વર્ગના ઉમેદવારો માની ગયા હતાં પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ એક જ જીદ કરી હતી કે, જયાં સુધી તા.૧.-૮-૧૮નો પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે ગઈ કાલે ગાંધીનગરમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અનામત વર્ગની મહિલા ઉમેદવારો સાથે બેઠક યોજી ઠરાવ અંગેની અસમંજસતાને દૂર કરી હતી. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતુંકે, અનામતની નીતિનો સંપૂર્ણપણે અમલ થશે. તા.૧-૮-૧૮ના પરિપત્રનો અમલ કરાશે નહીં. ૨૪૦૦થી વધુ બેઠકો વધારી કોઇપણ વર્ગને નુકશાન ન જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોર્ટમાં ય કોઇ કાનૂની અવરોધ ઉભો નહી થાય. આ ખાતરી બાદ આંદોલનકારીઓ આંદોલન સમેટી લીધુ હતું. આમ,એલઆરડીની ભરતીના વિવાદ પર હવે પૂર્ણવિરામ મૂકાયુ હતું.

હજુય સત્યાગ્રહ છાવણીએ આદિવાસીઓ અનામતના ખોટા પ્રમાણપત્ર રદ નહી થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી જીદ લઇને આંદોલન કરી રહ્યાં છે. જો કે આ આંદોલન સમેટવા માટે રાજય સરકારે સમજુતી કરવી પડે છે.જે આગળ જતા તેમના માટે મુસ્કેલી રૂપ પુરવાર થાય તેવી સંભાળવના છે. કારણકે ભવિષ્યમાં આથી ભરતી સમયે અનામતની જગ્યાના કે અન્ય પ્રશ્ર્નો સમયે ભૂતકાળમાંથી પ્રેરણા લઈને આંદોલનકારીએ  સરકારનું  નાક દબાવવાનો  પ્રયાસ કરશે ઉપરાંત સરકારને અસ્થિર કરવા માટે વિપક્ષો પણ આવા આંદોલનોને ઉશ્કેરતા રહેશે આ માન્ય રીતે કોઈ પણ સરકારી ભરતી સમયે મોટાભાગના ઉમેદવારોને તમને અન્યાય થતો હોવાની લાગણી થતી રહે છે. જેથી આવા લાગણીને હવા આપીને આંદોલનનોએ કરાવવા ખુબ સહજ હોય છે.જેથી આ સમજુતી દ્વારા રાજય સરકાર માટે ભવિષ્યમાં નવા મોરચા મડાશે તેવુ રાજકીય પંડીતોનું માનવું છે.

વિવાદ નિવારવા રાજય સરકારે એલઆરડી ભરતીમાં બેઠકો વધારી!

રાજ્ય સરકારે એલઆરડી ભરતીની આ પ્રક્રિયા પૂરતો તા. ૧.૮.૨૦૧૮નો પરિપત્ર બાજુએ રાખીને જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવાનું નક્કી કર્યું છે. તેથી આ પરિપત્રને ધ્યાનમાં લીધા સિવાય ૧૯૯૭થી જે પ્રમાણે મહિલા અનામત આપવામાં આવતું હતુ તેને અનુસરવામાં આવશે.રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં નોકરીની વધુ તકો ઊભી થાય તે માટે સુપર ન્યુમરી જગ્યાઓનો પણ નિર્ણય લીધો છે. આના પરિણામે અનામત અને બિનઅનામત વર્ગો એન બન્ને કક્ષાએ બહેનોને ભરતીમાં યોગ્યતાના આધારે વધુ તક મળશે. તેમજ એલઆરડી ભરતી પ્રક્રિયામાં ૫૦ ટકા ગુણાંક અને ૬૨.૫ ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. આ નિર્ણયથી એસ.ઇ.બી.સી (બક્ષીપંચ) બહેનોની ૧૮૩૪ જગ્યા હતી તે હવે ૩૨૪૮, જનરલ (સામાન્ય) કેટેગરીની બેઠકો ૪૨૧ હતી તે વધીને ૮૮૦ તેમજ એસ.સી.(અનુસીચિત જાતિ)માં ૩૪૬ના સ્થાને ૫૮૮ અને એસ.ટી (અનુસૂચિત જનજાતિ) કેટેગરીમાં ૪૭૬થી વધીને ૫૧૧ જગ્યાઓ થશે. અગાઉના કટઓફ માર્કસના ધોરણમાં વધારો કરીને ૬૨.૫ ગુણ કટઓફ કરવામાં આવતા કુલ ૫૨૨૭ જગ્યાઓ ઉપર બન્ને વર્ગની બહેનોને લાભ મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અન્ય કોઇ ભરતી પ્રક્રિયા તા. ૧.૮.૨૦૧૮ના પરિપત્ર સંદર્ભમાં કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી કરવામાં આવશે નહી.

એલઆરડી ભરતીમાં તમામ વર્ગોનું હિત જાળવીને ભરતી કરાશે: પ્રદિપસિંહ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રાજકીય રૂપ આપીને ઉભુ કરાયેલ કછઉ આંદોલન આજે પૂર્ણ થયું છે.

મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલ વિવાદ માટે મેં આંદોલનકારી મહિલાઓની રૂબરૂ મુલાકાત કરી હતી અને રાજ્ય સરકારે લીધેલા સુખદ નિર્ણયોની જાણ કરીને તેમને વિશ્વાસ આપ્યો  હતો કે રાજ્ય સરકાર હર હંમેશ આપની સાથે છે અને રહેશે. આપને સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. એટલે તેઓએ તેમનું આંદોલન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

જાડેજાએ ઉમેર્યુ કે આ ભરતી સંદર્ભે સૌ સમાજના વર્ગોનું હિત જાળવીને ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ નિમણૂંક ત્રણ અઠવાડીયામાં પૂર્ણ થવાની શક્યતા છે અને આપની તમામ પીટીશનરોનો સમાવેશ થઇ જાય તેવી શક્યતા છે.

જાડેજાએ ઉમેર્યું કે રાજ્ય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ વરેલી છે અને બંધારણની જોગવાઇ મુજબ અનામતના હક્કો પૂરા પાડવા અમારી સરકાર કટિબધ્ધ છે. કછઉ ભરતી સંદર્ભે કોઇપણ મહિલા ઉમેદવારોને નુકસાન કે અન્યાય ન થાય તે અમારી પ્રાથમિકતા છે. આ ભરતીમાં મહિલાઓને પૂરતું રીઝર્વેશન, ગુણવત્તા મુજબ અને તમામ કેટેગરીની મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તેની પૂરતી કાળજી પણ રાખવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે આ ભરતી પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં તમામ કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું મહત્તમ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે કટ ઓફ માર્ક્સ ૫૦ ટકા એટલે કે ૧૨૫ માંથી ૬૨.૫ માર્ક્સ નિયત કરાયા છે. સાથે સાથે આ કેડરમાં નિમણુંક કરવા માટે ૨,૪૮૫ વધારાની સુપરન્યુમરી જગ્યાઓ પણ ઉભી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

Loading...