Abtak Media Google News

રાજકારણમાં રમત હોય તો સારું પણ રમતમાં રાજકારણ ઘુસે તો હાલ બેહાલ થાય તેવો વુમન્સ ક્રિકેટને લઇ મિતાલીનો ઘાટ

એક સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં જે ટીમમાં ભાગલા પડ્યા હતાં. તેવી જ રીતે હાલ ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમની હાલત થઇ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કોચ રમેશ પોવાર કે કાર્યકાલ કે વિવાદાસ્પદ વિવાદોનો અંત બાદ સોમવારે ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમ બટાઇ ગઇ હોઇ તેમ નજરે પડી હતી. ટી-૨૦ કેપ્ટન હરમતપ્રિમ કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને સીનીયર ખિલાડી મીતાલી રાજ સાથે મતભેદ થવા છતા પણ રમેશ પોવારને કોચ તરીકે વાપસી કરવા માંગ કરી હતી.

વધુમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, હરમતપ્રિત કૌર અને સ્મૃતિએ પોવારને ૨૦૨૧ સુધી કોચ બનાવવા માટેનું સમર્થન આપ્યું હતું. પોવારનું કાર્યકાલ ૩૦ નવેમ્બરે પહેલેથી જ નામ મંગાવી લીધા હતા. હરમતપ્રિમ કૌરે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટરને ઇમેલ કરી જણાવ્યું હતું કે આવનારા ટી-૨૦ વર્લ્ડકપ માટે હવે જ્યારે ૧૫ મહિના જ બાકી જ રહ્યાં છે આગામી મહિનામાં ન્યૂઝીલેન્ડ ટૂર પર જવાનું છે ત્યારે રમેશ પોવારને ટીમના કોચ તરીકે પાછા લાવવા જોઇએ કારણ કે તેઓ દ્વારા ટીમને એક તાંતણે બાંધી હતી અને ટીમના ઉજવણ પ્રદર્શનમાં સિંહફાળો રહ્યો હતો હાલ જ્યારે ટીમ ટીમસ્પિરિટથી રમી રહી છે ત્યારે તેનો શ્રેય ટીમ કોચ રમેશ પોવારને સિરે જાય છે. જે વસ્તુને સ્મૃતિ મંધાનાએ પણ ટેકો આપ્યો હતો.

વિવાદ વાત કરીએ તો ટી-૨૦માં મિતાલી રાજની અવગણના કરવાના કારણે મુદ્ો વકર્યો હતો અને સેમિફાઇનલમાં જેની અસર પણ જોવા મળી હતી. જે મુદ્દાને લઇ પોવારે ઇમેલના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓનો આ નિર્ણય ટીમની સાથે મંત્રણા કરી અને વિનિંગ કોમ્બીનેશનને જણવાઇ રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. રમેશ પોવારનો બચાવ કરતાં હરમતપ્રિમે જણાવ્યું હતું કે આ નિર્ણય એકલો રમેશ પોવારનો નોતો સિલેક્ટર સુધા શાહ પણ જોડાયા હતાં. હરમતપ્રિતના જણાવ્યાં અનુસાર હાલ જે રીતે ટીમ કામ કરી રહી છે તેને જાળવવા માટે રમેશ પોવારની જરૂરીયાત છે અને જો હાલ ટીમમાં બીજા કોચ આવશે તો ટીમ એફર્ટ માટે થોડો સમય વધુ લાગશે જે અત્યારના ભારતીય ટીમને પરવડે તેમ નથી. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે મિતાલી અને રમેશ પોવાર વચ્ચે જે વિવાદ સર્જાયો છે તે સાથે બેસી સોલ્વ કરી શકે તેમ છે એક પરિવારના ભાવથી.

રમેશ પોવારને ભારતીય વુમન્સ ક્રિકેટના ઇનટ્રીમ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતાં. પરંતુ વિવાદ સર્જાતા પોવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું અને બીસીસીઆઇએ નવા કોચ માટેની અરજીઓ પણ મંગાવી હતી ત્યારે બીસીસીઆઇની સ્થિતિ પણ જોવા લાયક થઇ છે કારણ કે ભારતીય વુમન્સ ટીમ રમેશ પોવારને પાછા લાવવા માંગે છે ત્યારે નવા કોચની વરણી કરવી કે રમેશ પોવારને ફરીથી ટીમમાં કોચ તરીકે સ્થાન આપવું તે મુખ્ય પ્રશ્ન ઉદ્ભવી થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.