Abtak Media Google News

ભાવનગર રોડ પર રાહદારી વૃધ્ધાનું અજાણી રિક્ષાએ હડફેટે લેતા મોત

શહેરમાં બે સ્થળે વાહન અકસ્માતમાં વૃધ્ધ અને વૃધ્ધાનું મોત નિપજયું જેમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે હીટ એન્ડ રનમાં ટ્રકે વેપારીને ચગદી નાખતા અને જયનાથ પેટ્રોલ પંપ સામે રાહદારી વૃધ્ધાને અજાણ્યા રિક્ષાએ હડફેટે લેતા મોત નિપજયા હતા. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગંજીવાડા શેરી નં.૨૦માં રહેતા રાબીયાબેન ઓસમાણભાઈ જના નામના ૮૦ વર્ષિય વૃધ્ધા ભાવનગર રોડ પર આવેલા જયનાથ પેટ્રોલ પંપ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી અજાણી રિક્ષાએ રાબીયાબેનને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રાબીયાબહેનનું મોત નિપજયું હતુ પોલીસે મૃતક રાબીયા બહેનની પુત્ર યુનુસભાઈની ફરિયાદ પરથી અજાણ્યા રિક્ષા સામે ગુનો નોંધી પો.સબ ઈન્સ્પેકટર કે.કે. પરમાર સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

જયારે ભગવતીપરા મેઈન રોડ પર રહેતા ઈકબાલભાઈ મહમદભાઈ અમેસદી નામના ૬૩ વર્ષિય વૃધ્ધ એકિટવા લઈ ચશ્મા બદવા જવાનું કહી ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી નદી કાંઠે ભારે વાહને હડફેટે લઈ ચગદી નાખ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઈકબાલભાઈ ઘર પાસે કરિયાણાની દુકાન ચલાવતા હતો બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની શોધખોળ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.