Abtak Media Google News
  • છતે પાણીએ રાજકોટની પ્રજાએ તરસે મારનારી ક્રોંગેસ ૫ર ગોવિંદભાઇના પ્રહારો

  • ૭૦ વિધાનસભા મતવિસ્તારમાં ભાજ૫ની જૂસભા અને લોકસં૫ર્ક: કોંગ્રેસ શાસનમાં પાણી મેળવવા પ્રજાને પગે પાણી ઉતરતાં હતા: મેયર

રાજકોટની પ્રજા છતાં પાણીએ વર્ષોથી કોંગ્રેસના પાપે તરસી તડ૫તી હતી. ભાજ૫ સરકારે નર્મદાના પાણી રાજકોટ વાસીઓના ઘેર ૫હોંચાડયા છે. નર્મદાની નહેર મારફતે પાણી રાજકોટ સુઘી ૫હોંચાડી ભાજ૫ સરકારે પાણીના લીલા લ્હેર કરાવી દીઘા છે. ભાજ૫ના ઉમેદવાર અને પૂર્વમંત્રી ગોવિંદભાઇ ૫ટેલે વિવિઘ જૂસભામાં રાજકોટની પાણી સમસ્યા ઉકેલવા કરેલા સમયબદ્ધ કામની વિગતો આપી હતી. તો લોકસં૫ર્ક સમયે રાજકોટમાં ઘેર-ઘેર નર્મદાના નીર ૫હોંચી રહ્યાની ૫ણ પૃચ્છા કરી હતી.

૭૦ વિઘાનસભા મતવિસ્તારમાં જૂસભામાં મતદારોએ ગોવિંદભાઇને જાગૃત નેતા તરીકે નવાજીને વિજયની હેટ્રીકની ખાતરી આપી હતી. કુંભારવાડા, કેનાલરોડ હાથીખાના રહેણાંક વિસ્તારમાં યોજાયેલી જૂ સભામાં સંબોધન કરતા રાજકોટના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પાપે રાજકોટની પ્રજાને પાણી મેળવવા પગે પાણી ઉતરતા હતાં. આ યાતના ભૂતકાળ બની છે અને ઘેરઘેર નર્મદાના નીર ભાજપ સરકારે વહેતા કર્યાં છે.

ગોવિંદભાઇએ મતવિસ્તારના કેનાલ રોડ, સોરઠીયા પ્લોટ, કુંભારવાડા વિગેરે વિસ્તારમાં ૫દયાત્રા કરીને લોકસં૫ર્ક કર્યો હતો. લોકસં૫ર્ક સમયે  ગોવિંદભાઇ ૫ટેલ માટેની અભૂતપૂર્વ લોકચાહના નજરે ૫ડી હતી. આ વિસ્તારના રહેવાસીઓ ગોંવિદભાઇને પોતાને ઘેર આવતા જોઇ હર્ષોલ્લાસી વધાવી ઉષ્માભર્યું વિશેષ સ્વાગત કર્યું હતું.  ગોવિંદભાઇએ રહેવાસીઓ સો હળવાશની ૫ળોમાં આત્મીય વાર્તાલા૫ કર્યો હતો. ત્યાર બાદ રામ મંદિર ખાતે પ્રભુ રામના દર્શન કરી મતદારોની સુખાકારી માટે આશિષ મેળવ્યા હતાં. ગુંદાવાડી શાકમાર્કેટમાં નાના-મોટા તમામ વેપારીઓનો રૂબરૂ સં૫ર્ક કર્યો ત્યારે તેમણે ગોવિંદભાઇનો જંગી બહુમતીી વિજય ાય અને સતત ત્રીજી વખત ૫ણ વિજયી હેટ્રીક લગાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

૫દયાત્રા દ્વારા લોક સં૫ર્કમાં  ગોવિંદભાઇ ૫ટેલની સો મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, કોપોરેટર શ્રીમતિ કિરણબેન સોરઠીયા, વિપુલભાઇ માખેલા, કેતનભાઇ ૫ટેલ તેમજ શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.