Abtak Media Google News

સમયસર-સૂવિધાસભર ટ્રેન તરફ વધુ એક ડગલુ: ‘તેજસ’ની જેમ નિયમો પાળવા પડશે : ખાનગી પ્લેયર્સના કારણે રેલવેને ૨૨ હજાર કરોડ રૂપિયાનું મૂડી રોકાણ મળશે

રેલવેના ૧૦૦ રૂટ ઉપર ૧૫૦ જેટલી ખાનગી ટ્રેન દોડાવવા રેલવેની ઉચ્ચકક્ષાની પેનલે લીલીઝંડી આપી છે. મુંબઈ-દિલ્હી અને હાવરા-દિલ્હી સેકટરના રૂટ મા પણ ખાનગી ટ્રેન દોડશે.રેલવેના ખાનગીકરણ તરફ તંત્રએ વધુ એક પગલુ ભર્યું છે. વર્તમાન સમયમાં આઈઆરસીટીસી દ્વારા દિલ્હી લખનઉ અને મુંબઈ અમદાવાદ રૂટ ઉપર તેજ સટ્રેન દોડાવવાની તૈયારી કરી હતી. આ ઉપરાંત વધુ ૧૦૦ રૂટ ઉપર ખાનગી ટ્રેન દોડાવવા ની વિચારણા માટે મંત્રી પીયુષ ગોયલ દ્વારા રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવ ની અધ્યક્ષતા વાળી પેનલની રચના કરવામાં આવી હતી.

રેલવેના ૧૦૦ રૂટ ઉપર ખાનગી ટ્રેન દોડાવવા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કંપની પણ રસ દાખવી શકશે જે કંપનીને ટુરીસ્ટ અને રેલવે સેકટરનો અનુભવ હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. ખાનગી ટ્રેન ૧૫ મીનીટથી વધુ મોડી પડી શકશે નહી પરિણામે ટ્રેન સમયસર દોડશે. મુસાફરોની સુવિધામાં વધારો થશે.

અત્રે નોંધનીય છે કે, રેલવેના મુસાફરોની સંખ્યા વધી છે જેથી ૧૫ ટકા જેટલા મુસાફરો વેઈટીંગ લીસ્ટમાં રહે છે. આ પ્રથાનો અંત કરવાની ઈચ્છા રેલવે વિભાગની છે. વેઈટીંગ લીસ્ટનો અંત થાય તે માટે વિવિધ પગલા રેલવે દ્વારા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત યાત્રીકોને ઉચ્ચ કક્ષાની ગુણવતાસભર સર્વિસ મળી રહે તે માટેના પ્રયાસો રેલવે દ્વારા કરવામાં આવ્યા છે.

ખાનગી ટ્રેન દિલ્હી-મુંબઈ, દિલ્હી-કલકતા રૂટ ઉપર ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં દોડશે તેવી શકયતા છે. કુલ ૧૦૦ રૂટને ૭ જેટલા કલસ્ટરમા વહેચવામાં આવ્યા છે. અહી ઉલ્લેખનીય છે કે ટ્રેન દોડાવનાર પ્રાઈવેટ ઓપરેટરો ભાડા નિર્ધારીત કરી શકશે. દિલ્હી મુંબઈ અને દિલ્હી કલકતા રૂટ ઉપર ૧૬૦ કીમી પ્રતિકલા કે ટ્રેન દોડાવવા તાજેતરમાં રેલવે દ્વારા તૈયારી કરાઈ હતી.

7537D2F3 5

અહી એ પણ નોંધનીય છે કે, ખાનગી ઓપરેટરોની ટ્રેનની સાથોસાથ રેલવે વિભાગ ટ્રેન દોડાવશે નહી બંને વચ્ચે ટ્રેનના સમયમાં ૧૫ મીનીટનું અંતર રહેશે ખાનગી પ્લેયર્સને આ કોન્ટ્રાકટ પાંચ વર્ષ માટે મળશે રેલવેના ૧૦૦ રૂટ ઉપર ૧૫૦ જેટલી ખાનગી ટ્રેન દોડાવવા માટે હાલ લીલી ઝંડી આપવામાં આવી છે. ધીમે ધીમે તેની અમલવારી શરૂથશે.

રેલવેના ૧૦૦ રૂટ ઉપર ખાનગી ટ્રેન દોડવાથી સરકારને ૨૨ હજાર કરોડનું મૂડી રોકાણ મળશે તેવી ધારણા સેવવામાં આવી રહી છે. હાલ રેલવેન મૂસાફરો હવાઈ મુસાફરી તરફ વળી રહ્યા છે ત્યારે સારી સુવિધા આપીને રેલવે આ મુસાફરોને પરત મેળવવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.