Abtak Media Google News

ડાયરેકટર જનરલ ઓફ ફોરેનના સંયુકત ઉપક્રમે સેમિનારનું આયોજન

નવા  નિકાસકારો માટે આગામી તા.૧૪ને શનિવારે સવારે ૯ થી ૧૨.૩૦ સુધી રવજીભાઇ પટેલ ઓડીટોરીયમ, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન ભકિતનગર ઉદ્યોગનગર ખાતે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા ડાયરેકટર જનરલ ઓફ ફોરનના ઉપક્રમે માહીતી સેમીનાર યોજાશે.

આ સેમીનારમાં નિકાસકારોને શરુઆતમાં વિદેશથી કેવી રીતે ઓર્ડરો મેળવવા, તેમજ નિકાસ કરવાની જણસોની વિદેશમાં રહેલ માંગ કયા વિસ્તારમાંથી મળી શકે તે બાબતે તેમજ ઓર્ડર મળ્યા પછી માલ મોકલવા અંગે જરુરી નોંધણી મેળવવા કરવાની થતી પ્રક્રિયા અંગે ડેપ્યુટી  ડે.જી.એફ.ટી. સુવિધ શાહ દ્વારા  માર્ગદર્શન આપવામાં આવનાર છે. નિકાસકારોએ મોકલેલ માલના બીલ તથા બીલ ઓફ લેડીંગ અને અન્ય ડોકયુમેન્ટસ રીઝવ બેંક દ્વારા ઓથોરાઇઝડ કરેલ બેંક દ્વારા પેમેન્ટ માટે મોકલવાના હોય છે. તે અંગેની માહીતી દેના બેંકના ફોરેન એક્ષ્ચેન્જ ડીપાર્ટમેન્ટના અધિકારી દ્વારા પુરી પાડવામાં આવશે. તેમજ વિદેશી ગ્રાહકની બજારમાં તથા બેંકમાં રહેલ ક્રેડીટના આધારે તેમની ઉ૫ર મોકલવામાં આવતા માલના પેમેન્ટ અંગેની ગેરંટી કેવી રીતે લઇ શકાય તે બાબતે એક્ષ્પોર્ટ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશનના રાજકોટ બ્રાંચના મેનેજર મેનેજર પીયુષ પંકજ માહીતી પ્રદાન કરશે. તેમજ નિકાસકારોને જી.એસ.ટી. કાયદા અંતર્ગત કરવાની થતી પ્રક્રિયા તથા ઉદભવ થતા પ્રશ્ર્નો અંગે સી.જી.એસ.ટી. ના ડેપ્યુટી કમીશ્નર મનીષ ચાવડા તથા એસ.જી.એસ.ટી. ના ડેપ્યુટી કમીશ્નર લાડુમોર માર્ગદર્શન પુરુ પાડશે. પ્રશ્ર્નોતરી કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાર્યક્રમના અંતે પાનગુલાબ રાખેલ છે. તેવું અબતકની મુલાકાતે આવેલા પ્રમુખશ્રી ઘનસુખભાઇ વોરા, સેક્રેટરી ઇશ્ર્વરલાલ બ્રાંભોલીયા અને ડાયરેકટર હર્ષદભાઇ ખુંટ દ્વારા જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.