Abtak Media Google News

વાઈબ્રન્ટ ગુજરાત દરમ્યાન ગ્રેટર ચેમ્બરના પ્રતિનિધિઓએ મુલાકાત કરી : આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના નિકાસકારો સાથે ચર્ચા સભા યોજવા સુરેશ પ્રભુની ખાત્રી

 

વાઈબ્રન્ટ ગુજરાત દરમ્યાન આયોજીત આફ્રિકા ડે કાર્યક્રમમાં ભાગ લેવા કેન્દ્ર સરકારના કેબીનેટ કક્ષાના વ્યાપાર પ્રધાન સુરેશ પ્રભુ ગાંધીનગર ખાતેધારતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ધનસુખભાઈ વોરા પ્રમુખ અજીતસિંહ જાડેજા -ખજાનચી તથા મયુરભાઈ શાહ અને સુનિલભાઈ ચોલેરા ડાયરેકટરો અગાઉથી નકકી થયા મુજબ મુલાકાતનો ફાળવેલ સમયે હાજર રહી આપણા વિસ્તારનાં આયાત નિકાસને લગતા પડતર પ્રશ્નો જેવા કે. જી.એસ.ટી. કાયદાના શરૂઆતના તબકકામાં નિકાસ થતા માલના શીપીંગ બીલ ફાઈલ કરી પાસ કરાવતી વખતે હાયર ડ્રો બેંક કે આઈ.જી.એસ.ટી. રીફંડના ઓલ્ટરનેટ અંગે શીપીંગ બીલમાં યીકની નિશાની કરવાની રહેતી હતી. જે તે સમયે નિકાસકારો માટે આ પ્રક્રિયા તદન નવી હોય ટીક કરવા અંગે કેટલીક ક્ષતિઓ ઉદભવેલ અને ડ્રો બેક પ્રેફરન્સને કારરે લોઅર રેઈટ ઓફ ડ્રો બેંક ચૂકવવામાં આવેલ જયારે આઈ.જી.એસ.ટી. ભરીને કરેલ એક્ષ્પોર્ટની રકમ વધુ થયેલ જે જી.એસ.ટી. કાયદા અન્વયે રીફંડને પાત્ર ગણાય છે. પરંતુ લોઅર રેઈટથી ડ્રોબેક મેળવી લીધેલ હોય તેવા કેસને આઈ.જી.એસ.ટી. રીફંડ મળી શકતુ નથી. આવા કેસમાં મેળવેલ ડ્રો બેંકની રકમ સરકારને પરત કરી આઈ.જી.એસ.ટી. રીફંડ આપવા યોગ્ય થવું જોઈએ જે રીફંડ હજુ સુધી મળી શકેલ નથી તે અંગે ફરી રજૂઆત કરવામાં આવી હતી.

આપણા દેશમાંથી આફ્રિકાના દેશોમાં વધુમાં વધુ નિકાસ થઈ શકે તે અંગેના મહત્વના કેટલાક સુચનો કરવામાં આવ્યા હતા. જેમાં આપણા દેશની ઈ.સી.જી.સી. નામની સંસ્થા દ્વારા આફ્રિકાના સારા વેપારીઓ પર આપણા નિકાસકારો દ્વારા કરવામાં અ વતા ધિરાણ અંગેની ગેરંટી કવર કરવી જોઈએ તેમજ એકઝીમ બેંક જેવી નાણાંકીય સંસ્થાઓ દ્વારા આફ્રિકાના જુદા જુદા દેશોની સરકારને લાઈન ઓફ ક્રેડીટ દ્વારા ધિરાણ આપી આપણા એક્ષ્પોર્ટરોને આવા દેશોમાં માલ નિકાસ કરવા પ્રોત્સાહીત કરવા જોઈએ આ ઉપરાંત આફ્રિકાના કેટલાક દેશોમાં ઘણી જ પ્રકારનાં એગ્રીકલ્ચર પ્રોડકટ કે અન્ય પ્રોડકટ થતા હોય છે જે આપણા દેશમાં આપણે અન્ય દેશોમાંથી આયાત કરતા હોઈએ છીએ. તેવી પ્રોડકટ આફ્રિકન દેશો પાસેથી મંગાવી તેવા દેશો સાથે નબાયલીટરલ ટ્રેડથ એગ્રીમેન્ટ કરી આપણા માલોને ત્યાં નિકાસ કરી આપણા નિકાસકારોને આપણા રૂપીયામાં પેમેન્ટ મેળવવા છૂટ આપવી જોઈએ. જેથી આપણા નિકાસમાં ખૂબજ વધારો થઈ શકે તેમ છે.

રાજકોટએ સૌરાષ્ટ્રના મધ્યકેન્દ્ર સમાન પ્રસ્થાપીત થયેલ છે. તેથી રાજકોટને રેલ તથા હવાઈ માર્ગે રાષ્ટ્રીય સ્તરે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાણો કરવા જોઈએ. દિલ્હી રાજકોટ, દિલ્હી વચ્ચે વધારાની હવાઈ સેવા અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બરની માંગણી પડતર રહેલ છે. તે બાબતે તાત્કાલીક યોગ્ય કરી હવાઈ સેવા શરૂ કરવા જણાવવામાં આવેલ.

આ ઉપરાંત અન્ય કેટલાક મહત્વના સુચનો તથા પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૯ કે માર્ચ ૨૦૧૯ દરમ્યાન સમગ્ર સૌરાષ્ટ્રના નિકાસકારો સાથે રાજકોટ ખાતે ચર્ચા સભાનું આયોજન કરવા અને આ ચર્ચા સભામાં ઉપસ્થિત રહેવા કેન્દ્રના વ્યાપાર પ્રધાન સુરેશ પ્રભુ-સી.એ.ને યોગ્ય સમય આપી હાજર રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જેના પ્રત્યુતરમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ આમંત્રણનો સ્વીકાર કરેલ છે. અને ટુંક સમયમાં તારીખ અને સમય નકકી કરી જણાવવામાં આવશે તેથી સૌરાષ્ટ્રના નિકાસકારો સાથે જેતે સમયે રાજકોટ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવશે તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઈ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.