Abtak Media Google News

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમીનાર દરમ્યાન ગુજરાત હાઈકોર્ટનાં જાણીતા સીનીયર વકિલ ઉપેન્દ્રભાઈ ભટ્ટ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ અને વકીલ પલક પાવાગઢ દ્વારા પ્રવર્તમાન સંજોગોમાં ઈન્કમટેક્ષ કાયદા હેઠળ કરવામાં આવતા સર્ચ બાબતે વધુમાં વધુ સર્ચની કાર્યવાહી કરી રાષ્ટ્રની રેવન્યુનો નકકી કરેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા અધિકારીઓને આપવામાં આવેલ અધિકાર તથા કરદાતાનાં હક અને ફરજ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કરદાતા કાયદા વિશેનું પ્રાથમિક જ્ઞાન તેમજ રટનનાં ફોર્મ ભરતી વખતે જોઈતી દરેક માહિતી જેવા અનેક વિષયો પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સેમીનારમાં અનેક કરદાતાઓ અને સલાહકારોએ ભાગ લીધો હતો. આ સેમીનારનો મુખ્ય હેતુ રીટન ભરવાના ફોર્મમાં થયેલા સુધારાથી લોકોને માહિતગાર કરવાનો હતો.

ઈન્કમટેકસ રિટર્નમાં આવેલા બદલાવ-સુધારાથી વાકેફ કરવા સેમિનાર યોજયો: પલક પાવાગઢી

ચાર્ટડ એકાઉન્ટન્ટ પલક પાવાગઢીએ જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મુદો ઈન્કમટેકસનાં રિટનમાં ફાયન્સીયલ ૨૦૧૮-૧૯ માટે જે બદલાવ આવ્યા છે એ સુધારા શું છે અને સુધારામાં જે કરદાતાઓ છે એને રીટર્ન ભરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. આપણા ટેકસ ક્ધસલટન્સ મિત્રો અને ચાર્ટડ એકાઉન્ટન્ટ મિત્રોએ કરદાતાઓનાં રિટન ભરતી વખતે કઈ કઈ વસ્તુ મંગાવાની એને લગતો આ સેમીનાર કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મુદાની વાત કરુ તો જેમાં સુધારા આવ્યા છે ત્યાં સરકારને અનલિસ્ટેડ કંપની અથવા તો કોઈપણ કંપનીમાં તમે ડિરેકટર હોય કે અનલિસ્ટેડ કંપનીમાં તમારી પાસે શેરસ હોય તો એની એક-એક ડિટેઈલ આ રીટનમાં માગી છે.

જે ખેડુતો છે તેમની પાસે ખેતીની આવક પાંચ લાખ રૂપિયાથી વધારે હોય તો તમારી જમીન કેટલા વિઘા છે, કઈ જગ્યાએ છે, પિયત છે કે નહીં જેવી બધી માહિતી માંગે છે. જો તમે ઉત્પાદક હોય તો તમારી પાસે મેન્યુફેકચરીંગ એકાઉન્ટની અલગ અલગ માહિતી માંગેલી છે. ઘણા સુધારા એવા પણ છે જે એકટમાં ચેન્જ છે. અમારા કાયદામાં સુધારા છે એને ઈનોકોર્પોરેટ કરવામાં આવ્યા છે. આ પર્ટીકયુલર સુધારાની કદાચ કરદાતાઓને અને ટેકસ ક્ધસલ્ટન્સને મહેનત વધશે પણ સરકારને જે ડેટા જોઈએ છે એ સરળતાથી મળી રહેશે અને હું એવું માનું છે જેનાથી દેશ વધુ સારી રીતે ટેકસ ભરી શકશે. આ સેમીનારનો મુખ્ય હેતુ ૩૧ જુલાઈ કે ૩૦ સપ્ટેમ્બર એ આપણા રિટન ભરવાની છેલ્લી તારીખ હોય છે. આ ફોર્મ મહિના પહેલા કવોલીફાઈ થયા છે. આ ફોર્મમાં એટલા બધા સુધારા છે કે જે કરદાતાઓ અને કર પ્રેકટીશનરને જાણવા જરૂરી હતા જેથી એમને જ્ઞાન મળી રહે તે માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.