Abtak Media Google News

રીઝર્વ બેંકના સહયોગથી યોજાયો સેમિનાર: રાષ્ટ્રીય બેંકોનાં ઉચ્ચ અધિકારીઓએ નાના ઉદ્યોગ માટે આપ્યું માર્ગદર્શન ગ્રેટર ચેમ્બરનાં પ્રમુખ ધનસુખભાઈ વોરાએ MSME સેકટરના ઉદ્યોગકારોને મદદરૂપ થવાની આપી ખાતરી

રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા રીઝર્વ બેંકનાં સંયુકત ઉપક્રમે એમએસએમઈ યુનિટ ધારક ઉદ્યોગકારોને જુદી જુદી યોજનાની માહિતી પૂરી પાડવા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં નાના ઔદ્યોગીક એકમોનાં પ્રતિનિધિઓને સરકાર દ્વારા નાના ઉદ્યોગના વિકાસ માટે જાહેર કરાયેલી જુદી જુદી યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

સેમીનારમાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં ઉચ્ચ અધિકારીઓ ડી.બી.સીંધ, કે.વી.સિંહ, ડી.જી.એમ. દેના બેંક, રીંગાસીયા ડી.જી.એમ. બેંક ઓફ બરોડા તથા એજીએમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના અધિકારીઓ તેમજ મુખ્ય મહેમાન પદે ચેમ્બરનાં પ્રમુખ ધનસુખભાઈ વોરા અને અમુલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન સુરેશભાઈ સંતોકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે રીઝર્વ બેંકનાં ડે. જનરલ મેનેજર ડી.બી.સિંઘે ૮૦ ટકાથી વધઉ નાના ઉદ્યોગકારોને મળતા લાભો અંગે માહિતી આપી હતી. ત્યારબાદ ચેમ્બરનાં પ્રમુખ ધનસુખભાઈ વોરાએ ઉપસ્થિત સહુનો આભાર માની એમએસએમઈ સેકટરનાં ઉદ્યોગકારોને મદદ‚પ થવાની ખાતરી આપી હતી.

ઉપરાંત સરકારની યોજનાઓનાં અમલીકરણમાં કડી‚પ રહેલા નાણાકીય સંસ્થાઓ જેવી કે રાષ્ટ્રીયકૃત બેંકોનાં રોજીંદા વહીવટ અંગે જણાયેલ ક્ષતીઓ અને નકારાત્મક વલણ વિશે રીઝવ બેંકના અધિકારીઓનું ધ્યાન દોરી રાજકોટ જિલ્લા ઉદ્યોગ સેન્ટર દ્વારા બાજપનાઈ બેંકેબલ યોજના અંતર્ગત વર્ષ દરમ્યાન ૧૬૦૦ અરજીઓ અંગે નાણાકીય સહાય આપવા બેંકોને ભલામણ કરી હતી.

તેમજ સેકટરને નિગલેટ કરવામાં આવતું હોય તેવું નકારાત્મક વાતાવરણ રહેલ છે. આ તબકકે રાષ્ટ્રીયકૃત બેંકો તથા સર્વે એજન્સીઓનાં અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવવા સૂચન કર્યું હતુ.

કાર્યક્રમના અંતે રીઝર્વ બેંકના અધિકારી અને કાર્યક્રમનાં સંકલનકાર દિવ્યાંગ શુકલ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આતબકકે દિવ્યાંગ શુકલ તરફથી ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા આપવામાં આવેલ સહકાર બદલ આભાર વ્યકત કરેલ અને ખાસ કરીને આ કાર્યક્રમના આયોજનમાં કરોડરજજૂ સમાન કાર્ય કરવા બદલ કાંતીભાઈ જાવીયા ઉપપ્રમુખ ગ્રેટર રાજકોટ ચેમ્બરની નોંધ લઈ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. તેમ ગ્રેટર ચેમ્બરનાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઈન્ચાર્જ મંત્રી ઈશ્ર્વરભાઈ બ્રાંભોલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.