Abtak Media Google News

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનને સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્ર વ્યાપી ગ્રેડેશનમાં ૩૪માં સ્થાન પરથી ૯માં સ્થાન પર આવતા કોર્પોરેશનના પદાધિકારી તથા કમિશ્નરને અભિનંદન પાઠવતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ કાંતિભાઈ જાવીયા તેમજ મંત્રી ઈશ્વરભાઈ બ્રાંભોલીયા અને ખજાનચી અજીતસિંહ જાડેજાનું બનેલ પ્રતિનિધિ મંડળએ રૂબરૂ મુલાકાત લઈ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવેલ છે.

આ તકે કમિશ્નર બંછાનિધિ પાનીને શહેરના વિકાસ અંગેની કરેલ કામગીરી બદલ બિરદાવવામાં આવેલ અને
આપ વધુ સમય રાજકોટ ખાતે ફરજ બજાવી રાજકોટને આપની આવડત અને સુઝનો લાભ આપી સ્વચ્છતા ક્ષેત્રે નંબર વનનું સ્થાન પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

આ તબકકે ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ લક્ષ્મીનગર રોડના નાલાને પહોળું કરવા બાબતના કાર્ય અંગે ચર્ચા કરી યાદી આપેલ કે, આ કાર્યને આપના સમયકાળ દરમિયાન અગ્રતાક્રમે પૂર્ણ કરવા શુભકામના પાઠવીએ છીએ. જેના પ્રત્યુતરમાં કમિશ્નરનો હકારાત્મક અભિગમ રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.