રાજ્ય કક્ષાની અન્ડર-૧૭ હોકી સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ

51

સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધિનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર સંચાલિત રાજ્ય કક્ષાની અન્ડર-૧૭ હોકી સ્પર્ધાનું આયોજન આજી ભવ્ય પ્રારંભ યો છે. મેજર ધ્યાનચંદજી હોકી મેદાન, રેસકોર્સ ખાતે આયોજીત આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતના જુદા જુદા પ્રદેશમાંથી સ્પર્ધકો આવ્યા છે. રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધાનો ઉદ્ઘાટન કાર્યક્રમ આજે સવારે સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ કાર્યકારી મેયર અશ્ર્વિનભાઈ મોલીયાના અધ્યક્ષ સને યોજાયો હતો. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અરવિંદભાઈ રૈયાણી, ભાજપ મહિલા પ્રભારી અંજલીબેન રૂપાણી તેમજ વિક્રમસિંહ રાણા, વિક્રમભાઈ જૈન, ડી.વી.મહેતા, અયાઝ ખાન બાબી તથા વિનયભાઈ પટેલ ઉપસ્તિ રહ્યાં હતા. રાજ્ય કક્ષાની અન્ડર-૧૭ આ હોકી સ્પર્ધા તા.૧૫મી સુધી યોજાનાર છે.

Loading...