ભૂપેન્દ્રસિહ ચુડાસમાને સુપ્રીમ રાહત…

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે

હાલની સવેદનશીલ ગુજરાત રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુકી દીધો છે.સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતા હવે ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ પણ હાલ પુરતું બચી ગયું છે અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય પદે રહી શકશે અને તેઓને કાયદા અને શિક્ષણમંત્રી પદે થી રાજીનામું પણ નહીં આપવું પડે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે ભૂપેન્દ્રસિંહ ચુડસમા સૌ પ્રથમ ટ્વિટ કરી જાણકારી આપી હતી

“સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળી ગયેલ છે.” “સત્યમેવ જયતે.”

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટ પણ કર્યું છે અને કહ્યું છે કે
“સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહીં
સત્યમેવ જયતે”

 

આવો છે સમગ્ર મામલો

છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા જેથી કોંગ્રેસના ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરીને ગેરરીતિ પુરાવા આપ્યા હતા.

જ્યારે રિજલ્ટ આવ્યું ત્યારે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો. આથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા અને તેની જીતને હારમાં બદલી દેવામાં આવી છે.

 

Loading...