Abtak Media Google News

Table of Contents

લોકડાઉનમાં ઉદ્યોગો એક માસ જેવો સમય બંધ રહ્યા બાદ આ વિસ્તારના ઉદ્યોગકારો આફતને અવસરમાં પલટવા પરિશ્રમની પરાકાષ્ટા સર્જવા તૈયાર

સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉન અમલી બનાવાયું છે ત્યારે તેનું પાલન પણ ચુસ્તપણે થાય તેવી ઈચ્છા સરકાર થી માંડી તંત્ર સુધીની છે પરંતુ લોક ડાઉનના કારણે દેશની સવા સો કરોડ પ્રજા આર્થિક સંકળામણ ન અનુભવે તેવા આશયથી અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખેતીપ્રધાન દેશમાં એપીએમસી શરૂ કરવા છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારબાદ દેશના અર્થતંત્રમાં ઔદ્યોગિક એકમોનો મહત્વપૂર્ણ ભાગ હોય છે જેના કારણે ઉદ્યોગોને આર્થિક મારનો સામનો ન કરવો પડે તે પણ અતિ આવશ્યક છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પણ આંશિક રાહત આપી ઔદ્યોગિક એકમો કાર્યરત કરવા છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે ઉદ્યોગોને ગુજરાતમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે ત્યારે તેમાં સૌરાષ્ટ્રની વાત કરવી ખૂબ મહત્વપૂર્ણ છે અને વાત જ્યારે સૌરાષ્ટ્રની થતી હોય તેવામાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન અને ઔદ્યોગિક એકમોનું હબ ગણાતા રાજકોટના ઔદ્યોગિક એકમોનો ચિતાર આપતો અહેવાલ અબતક મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

હાલ રાજકોટ ખાતે મુખ્યત્વે લોધિકા જીઆઇડીસી, આજી જીઆઇડીસી, શાપર વેરાવળ જીઆઇડીસી અને ટૂંક સમયમાં ઔદ્યોગિક એકમોનું હબ બની રહેલું લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોન નો સમાવેશ થાય છે. હાલ અહીં અમે લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપતો અહેવાલ રજૂ કરાઈ રહ્યો છે. આ ઔદ્યોગિક ઝોન ખાતે હાલ ૮૦૦ થી વધુ વિવિધ ક્ષેત્રના નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. રાજ્ય સરકારની આંશિક છૂટછાટ બાદ અહીં ઔદ્યોગિક એકમો શરૂ કરવા વહીવટી તંત્રની મંજૂરી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના માધ્યમથી મંજૂરી મેળવી આશરે ૭૦ % એકમો કાર્યાન્વિત થઈ ચુક્યા છે.

લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોન નો સમાવેશ થાય છે. હાલ અહીં લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ ખાતે ઉદ્યોગ સાહસિકો માટે સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી તમામ ઉદ્યોગકારો ના ફોર્મ ભરવાની સાથે ફોર્મ સ્વીકારી વહીવટી તંત્ર સાથે સંકલન કરી ઉદ્યોગ સાહસિકોને એકમ કાર્યાન્વિત કરવા મંજૂરી અપાવવવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જો વાત કરવામાં આવે તો એસોસિએશનનું રજિસ્ટ્રેશન ગત ૮ મહિના પહેલા જ કરવામાં આવ્યું છે જેમાં લોક ડાઉન સુધીમાં ૨૧૮ એકમોએ મેમ્બરશીપ લીધી હતી પરંતુ લોક ડાઉન બાદ એક સાથે વધુ ૧૬૦ એકમોએ નોંધણી કરાવી છે. જે એકમોએ નોંધણી કરાવી નથી તેઓ પણ કોઈ હાલાકી ન ભોગવે તે હેતુસર તેમની પણ મંજૂરી થી માંડી અનેકવિધ વ્યવસ્થા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

જો ઉદ્યોગકારો અને સરકાર બન્ને સંકલન કરી એક્સપોર્ટ માટે સારી પોલિસી બનાવે તો ભારતએ ચાઇનાનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ: જયંતિ સરધારા

Vlcsnap 2020 04 25 17H06M59S025

ઉદ્યોગોને ફરી ધમધમતું કરવામાં આશરે એક મહિનાનો લાગી શકે છે સમય હાલની આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપતા લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પ્રમુખ જયંતિ સરધારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક એકમોનું વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સાથે સંકલન કરી તમામ સમસ્યાના નિરાકરણ અંગે પગલાં લેવાઈ રહ્યા છે જેના પરિણામે અમારા એસોસિએશનની કામગીરી વિશે વહીવટી તંત્રએ રાજીપો વ્યકત કર્યો છે. તેમણે ઉદ્યોગો માટે પડકારજનક સમસ્યાઓ વિશે જણાવતા કહ્યું હતું કે પ્રથમ પ્રશ્ન એ છે કે અહીં નોકરી કરતા ૫૦ % થી વધુ કર્મચારીઓ રાજકોટ ખાતેથી આવે છે પરંતુ લોક ડાઉન હોવાના કારણે તેઓ હાલ અહીં સુધી પહોંચી શકતા નથી જેના પરિણામે હાલ ખૂબ ઓછા કર્મચારીઓની મદદથી એકમો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે પરંતુ જે વેગ સાથે કામ થવું જોઈએ એકમોમાં તે કર્મચારીઓની ઘટ્ટને કારણે કરી શકાતું નથી. બીજી સમસ્યા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે હાલ આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે ભઠ્ઠી ખાતાના એકમો વધુ છે જેનું કાસ્ટિંગ મોટા ભાગે આજી જીઆઇડીસી વિસ્તારમાંથી આવે છે પરંતુ જંગલેશ્વર વિસ્તારને કારણે આજી વિસ્તારનો પણ હોટસ્પોટમાં સમાવેશ થયો છે જેના કારણે કોઈ પણ જાતનું રો મટીરીયલ મંગાવી શકાતું નથી. ઉપરાંત અનેક એકમોનો રો મટીરીયલ મુંબઇ, કોલકાતા, દિલ્લી જેવા શહેરો માંથી આવે છે પરંતુ હોસ્ટસ્પોટ અને પરિવહનની સમસ્યા ને કારણે ત્યાંથી ઉદ્યોગકારો રો મટીરીયલ મંગાવી શકતા નથી.

Vlcsnap 2020 04 25 17H07M10S583

આવી પરિસ્થિતિમાં પણ ઝોનના ઉદ્યોગ સાહસિકો ખુશીની લાગણી સાથે વહીવટીતંત્રને સહયોગ આપી કંઈ રીતે ઝોનને ધમધમતું કરી શકાય તે અંગે પગલાં લઇ રહ્યા છે.તેમણે વધુ પડકારો વિશે જણાવતા કહ્યું હતું કે બેઝ મટીરીયલ એક મુખ્ય પડકાર છે, કર્મચારીઓની ઘટ્ટ પણ મોટી સમસ્યા છે કેમકે મજૂર વર્ગ મોટાભાગનો પરપ્રાંતીય વર્ગ હોય છે જેમણે હિજરત કરી લીધી છે તો તે મુખ્ય પ્રશ્નો પૈકી એક છે, ઘણા એકમોની સ્થિતિ એવી છે કે ત્યાં મજૂર વર્ગ હાજર છે પરંતુ ઓપરેટિંગ કર્મચારીઓની ગેર હાજરી છે જેના પરિણામે ક્વોલિટી ટેસ્ટ સહિતની કામગીરી ઠપ્પ થઈ છે, રો મટીરીયલ લાવવા થી માંડી પ્રોડક્શન બાદ સપ્લાય માટે પરિવહન મુખ્ય ભાગ ભજવે છે ત્યારે પરિવહન પણ મુખ્ય પડકારો પૈકી એક છે. તો હાલ આ બધી સમસ્યાઓના કારણે તમામ એકમો વતા ઓછા અંશે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે મને એવું લાગે છે કે તમામ ક્ષેત્રના એકમોને ફરી ધમધમતા આશરે એક મહિના જેટલો સમય લાગી જશે.તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એક મહિના ના લોક ડાઉન દરમિયાન ઉદ્યોગકારોને આર્થિક માર પડ્યો છે, તેમણે કર્મચારીઓને બેઠો પગાર ચૂકવ્યો છે ત્યારે જે ઉદ્યોગોની લોન કે સીસી ચાલતી હોય તેમને ઇએમઆઈ માં ટૂંક સમય માટે બેંકો દ્વારા છૂટ મળે તો વધુ ઝડપે આ મુસીબત માંથી બહાર નીકળી શકાય ઉપરાંત સરકાર હાલની પરિસ્થિતિમાં વિજબીલ અને કરવેરામાં જો આંશિક છૂટછાટ આપી રાહત પેકેજ આપે તો ચોક્કસ ટૂંક સમયમાં ઉદ્યોગો ધમધમતા થશે અને રાજકોટ ને હાલ મીની ચાઈના તરીકે પણ નવાજી શકાય ત્યારે એકસપોર્ટ માટે જો અમુક છુટછાટ આપવામાં આવે તો ચોક્કસ ભારત ચાઇનનો શ્રેષ્ઠ વિકલ્પ બનીને બહાર આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

રો-મટીરીયલ ઈનહાઉસ પ્રોડકશનમાંજ વધુ ઉત્પાદન કરી શકીએ તેવી જરૂરીયાત ઉભી થાય છે: રજનીકાંતભાઈ ખૂંટ

Vlcsnap 2020 04 25 17H31M49S903

જાનકી ઈન્ડસ્ટ્રીઝના માલીક રજનીકાંતભાઈ ખૂંટ એ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, સિઝનની શરૂઆતમાં જ લોકડાઉન થયું તેમાં વધુ તકલીફ પડી છે. ઈન્ડસ્ટ્રીને અમે પોતે પણ ઘણી હાલાકી ભોગવી છે. તેમજ અમારૂ પ્રોડકશન અમે માલ બધૂ લોકો પાસે ફસાય ગયું છે. હાલ અત્યારે અમારી પાસે રોમટીરીયલ એટલૂં છે. જેટલુ અમે ઓર્ડર લીધો હતો તેની જરૂરીયાત પૂરી કરી શકીએ ત્યારબાદ રો મટીરીયલની પણ તકલીફ વધી શકે છે. શરૂઆતમાંજ અમારી સામે ઘણા પડકારો આવ્યા છે. જેમકે બેંક સાથેની લેવડદેવડ લોન પર વ્યાજમાં ઘટાડો થાય તેવી બેંકને અપીલ છે. કર્મચારીઓને પણ રોજગારી ફરીવાર મળી રહે તેમજ તેમને વેતન પણ અમો ચૂકવી શકીએ તેવી તંત્ર અને બેંક પાસેથી સહયોગ મળી રહે તેવી આશા કરી છે. અમારૂ રોમટીરીયલ ચાઈના, યુએસ જેવા દેશોમાંથી આવતું હોય છે.

Vlcsnap 2020 04 25 17H28M52S676

ત્યારે આ રો મટીરીયલ અમે ઈન હાઉસ પ્રોડકશનમાં જ બનાવી શકીએ એ અમારા માટે ખૂબ મોટી રાહત છે કોરોના સામેની સાવચેતી અને સલામતીની તકેદારી ને ધ્યાનમાં રાખીને ઈન્ડસ્ટ્રીમાં થરમલગન, સેનેટાઈઝર કરી છીએ બધા જ કર્મચારીઓને તેમજ આરોગ્ય વિમા પણ કરાવામાં આવ્યા છે. તેમજ કામ સમય એ ફરજીયાત માસ્ક પહેરવાનું તેવા નિયમો ને અનુસરવામાં આવ્યા છે.

સોલાર ક્ષેત્ર રો-મટીરીયલ માટે હાલાકી ભોગવે નહીં તે માટે પરિવહનની છૂટ મળવી આવશ્યક: સ્ટીમ પાવર સોલાર

Steam Power Solar 1

ઔદ્યોગિક એકમોનો ચિતાર મેળવવા તમામ પ્રકારના ઉદ્યોગની પરિસ્થિતિનો તાગ મેળવવો જરૂરી છે ત્યારે સોલાર એનર્જી સાથે સંકળાયેલા ઉદ્યોગો એટલે સોલાર વોટર હિટર, રૂફટોપ સહિતનું ઉત્પાદન કરતા એકમોની હાલ સુ સ્થિતિ છે તે અંગે તાગ મેળવવા અબતક મીડિયાની ટીમે સ્ટીમ પાવર સોલાર એકમની મુલાકાત લેવામાં આવી હતી જેમાં સ્ટીમ પાવર સોલરના મેનેજીંગ ડિરેક્ટર સંજય પાડરિયાએ આ ક્ષેત્રની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે હાલ મુખ્ય પડકાર કર્મચારીઓનો છે કે જેમણે હાલ સ્થળાંતર કર્યું છે, ઉપરાંત જ્યારે પરિવહનની છૂટછાટ મળશે ત્યારે વધુ પરપ્રાંતીય કર્મચારીઓ હિજરત કરે તેવી ભીતિ સેવાઇ રહી છે જેના કારણે કર્મચારીઓની ઘટ્ટ સર્જાનાર છે. તેમણે કહ્યું હતું કે અમારા ક્ષેત્રમાં ક્યાંક રો માટીરીયલની ઘટ્ટ પણ જોવા મળી રહી છે જેના કારણે પુરજોર ઝડપે મેન્યુફેક્ચરિંગ કરી શકાતું નથી.

Steam Power Solar 3

તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્કેટ ડાઉન હોવાને કારણે ડિમાન્ડ ઘટી છે ત્યારે વધુ ઉત્પાદન કરવાનો પણ કોઈ મતલબ નથી જેના કારણે સોલાર ક્ષેત્રના એકમો વધુ ઉત્પાદન પણ કરી રહ્યા નથી.તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રનું રો મટીરીયલ બહારના રાજ્યો માંથી આવતું હોય છે પરંતુ પરિવહનની છૂટ નહીં હોવાને કારણે અમારી પાસે હાલ જે રો મટીરીયલનો સ્ટોક ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી ઉદ્યોગ શરૂ કરાયો છે પરંતુ સ્ટોક પૂર્ણ થતા રો માટીરીયલના અભાવે ચોક્કસ ઉદ્યોગકારો હાલાકી ભોગવશે અને તે ઉપરાંત અમારા ક્ષેત્રના ઉદ્યોગો સમગ્ર ભારતમાં નિકાસ કરતા હોય છે ત્યારે પરિવહનની સમસ્યા સપ્લાય માટે પણ પડકારજનક છે જેનું સમાધાન થવું જરૂરી છે.

Steam Power Solar 2

તેમણે સોલાર ક્ષેત્ર માટે સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે આ સમયમાં સરકાર જો કરવેરામાં આંશિક છૂટછાટ આપે તો અમારા ક્ષેત્રના ઉદ્યોગકારો આર્થિક ખેંચતાણમાંથી બહાર આવી તેમનું ધ્યાન સંપૂર્ણપણે ઉદ્યોગોને ધમધમતું કરવા ધ્યાન કેન્દ્રીત કરી શકે.

ફક્ત મેન પાવર મળી રહે તો જીઆરપી પાઇપ ક્ષેત્રના ઉદ્યોગો પુરપાટ ઝડપે દોડી શકશે: ફાઈબરટેક કમ્પોસાઈટ પ્રા. લી.

Fibertake 1

ઔદ્યોગિક એકમોની સ્થિતિ અને તેમાં પણ ખાસ કમ્પોસાઇટ્સ ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પાઇપ લાઇન સાથે સંલગ્ન ઉદ્યોગોની સ્થિતિનો ચિતાર મેળવવા અબતક મીડિયાની ટીમે પીપલાણા ઔદ્યોગિક ઝોન ખાતે આવેલી ફાઈબરટેક કમ્પોસાઇટની મુલાકાત લીધી હતી જેમાં એકમના  ડાયરેકટર હીનેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં આ ક્ષેત્રની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે આ ઉદ્યોગ મુખ્યત્વે મોટી કેનાલો માં પેટા કેનાલ માટે પાઇપલાઇન ઉપલબ્ધ કરાવતો ઉદ્યોગ છે જેની સ્થિતિ હાલ તો સારી ન કહી શકાય કેમકે આ ક્ષેત્રના ઉદ્યોગ ડોમેસ્ટિક વેચાણની સાથે સાથે વિશ્વ સ્તરે નિકાસ પણ કરતા હોય છે. વૈશ્વિક સ્તરે માંગ હોવા છતાં લોક ડાઉનની પરિસ્થિતિમાં મેન્યુફેક્ચરિંગ અટકી ગયું હતું જેના કારણે સપ્લાય ચેઇન અટકી હતી પરંતુ રાજ્ય સરકારે જે રીતે ઔદ્યોગિક એકમોની ચિંતા કરી આંશિક છૂટછાટ આપી છે તે ખૂબ જ સરાહનીય પગલું છે તેમ છતાં હજુ અનેક પડકારો આ ક્ષેત્રના ઉદ્યોગ સામે છે.તેમણે કહ્યું હતું કે આ ઉદ્યોગો મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર સાથે સંલગ્ન છે કેમકે આ ઉદ્યોગો મોટા ભાગે જીઆરપી પાઈપનું ઉત્પાદન કરતા હોય છે જે સિંચાઇ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એ ઉપરાંત સરકારની સૌની યોજના સહિત ના પ્રોજેકટમાં આ પ્રકારની પાઇપ લાઈનની ડિમાન્ડ હોય છે પરંતુ લોક ડાઉનને પગલે તમામ કામકાજ બંધ હોવાથી ડિમાન્ડ માં મુખ્યત્વે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે એ ઉપરાંત વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ કરતા એકમોના જણાવ્યા અનુસાર અને મારા અનુભવના આધારે હું કહી શકું છું કે ખરા અર્થમાં હાલ માંગ ખૂબ ઘટી છે જે મુખ્ય પડકાર છે આ ઉદ્યોગ માટે.

Fibertake 2

તેમણે એ ઉપરાંતના પડકારો વિશે જણાવતા કહ્યું હતું કે હાલ સમગ્ર ભારતમાં જેમ કે મુંબઇ, દિલ્લી, બેંગ્લોર, પુના સહિતના શહેરો કે જ્યાં જ્યાં અમારા ક્ષેત્રના ઉદ્યોગો કાર્યરત છે તે તમામ સ્થળોએ ઉદ્યોગોને ધમધમતા કરવા ગતિવિધિઓ શરૂ થઈ છે જે પરથી કહી શકાય કે અમારા ઉદ્યોગમાં રો મટીરીયલની કોઈ ઘટ્ટ સર્જાશે નહીં તો રો માટીરીયલની ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ મોટી સમસ્યા મેન પાવર ની છે, કર્મચારીઓની છે કેમકે યુનિટ સુધી કર્મચારીઓને પહોંચાડવા કઈ રીતે તે એક મોટો પ્રશ્ન છે તો આ પ્રશ્નનું જો નિરાકરણ થાય તો અમારા ક્ષેત્રના ઉદ્યોગો ટૂંક સમયમાં ધમધમતા થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે કર્મચારીઓને સમયસર વેતન ચૂકવી આપવા તાકીદ કરી છે જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ હાલની પરિસ્થિતિમાં તમામ ઉદ્યોગકારોને આર્થિક માર લડી છે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી તો આવી પરિસ્થિતિમાં ઉદ્યોગ નબળા પડી શકે અથવા ઉદ્યોગકાર નબળો પડી શકે તો આવી ઘટના ન બને તે માટે સરકાર જો કોઈ વચગાળાનો રસ્તો કાઢે તો સારું. તેમણે અંતમાં વૈશ્વિક સ્તરે ઉદ્યોગોની સ્થિતિ અને તેની અસર ભારત દેશને કેવી રહેશે તે અંગે જણાવતા કહ્યું હતું કે અમારા ક્ષેત્રના ઉદ્યોગો સમાન્યત: નિકાસ સાથે જોડાયેલા હોય છે, તો મહામારી બાદ અમારા એકમોમાં વિદેશી ઇન્કવાયરીઓ વધી છે કેમકે જે રીતે ચાઈનાએ કોરોના વાયરસના સમયે અસહકાર આપ્યો છે તેના બાદ સમગ્ર વિશ્વનો વિશ્વાસ ચાઈના પરથી ઉઠી ગયો છે, ચાઈના થી આયાત કરતા વેપારીઓ વિકલ્પ શોધી રહ્યા છે અને ગુણવત્તાની દ્રષ્ટિએ ભારતએ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે તો ભારતને ખૂબ મોટો ફાયદો થનાર છે તેવું સ્પષ્ટ કહી શકાય અને ખાસ અમારા ક્ષેત્રના ઉદ્યોગને ફાયદો મળવાની શરૂઆત થઈ ચુકી છે.

કાસ્ટિંગ ઉદ્યોગને  ધમધમતા આશરે ૯૦ દિવસનો સમય લાગશે: ઇન્ફિનિટી કાસ્ટ

Infinity 1

જ્યારે તમામ ઉદ્યોગોની વાત થતી હોય ત્યારે કાસ્ટિંગ પૂરું પાડતા કાસ્ટિંગ ઉદ્યોગોને ભૂલી શકાય નહિ કેમકે કહી શકાય કે અનેક નાના મોટા ઉદ્યોગોને રો મટીરીયલ કાસ્ટિંગ ઉદ્યોગ પૂરું પાડે છે ત્યારે આ પ્રકારના ઉદ્યોગની હાલની શુ પરિસ્થિતિ છે તે અંગે તાગ મેળવવા અબતક મીડિયાની ટીમ દ્વારા પીપલાણા સ્થિત ઇન્ફિનિટી કાસ્ટની મુલાકાત લેવાઈ હતી. ત્યારે આ ક્ષેત્રના ઉદ્યોગોની સ્થિતિનું વર્ણન કરતા ઇન્ફિનિટી કાસ્ટના ડાયરેકટર પ્રિજીનેશ કુંજડિયાએ જણાવ્યું હતું કે હાલ અમારા ક્ષેત્રના ઉદ્યોગમાં મેન પાવરની તાતી જરૂરિયાત હોય છે. પરંતુ પરિવહન અને લોક ડાઉન ની સ્થિતિ દરમિયાન અમારો કર્મચારી અને મજૂર વર્ગ યુનિટ સુધી પહોંચી શકતું નથી જેના કારણે આંશિક છૂટછાટ મળી હોવા છતાં હાલ સુધી અમે કાસ્ટિંગ શરૂ કરી શક્યા નથી, હાલની પરિસ્થિતિમાં અમારા એકમની સ્થિતિ ૫૦% ચાલુ અને ૫૦% બંધ અવસ્થામાં છે તેવું કહી શકાય અને આ સમસ્યા તમામ કાસ્ટિંગના એકમો માટે પડકારજનક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી મેન્યુફેક્ચરિંગની સંપૂર્ણ સાઇકલ ૪૫ દિવસની હોય છે એટલે કે કોઈ પણ ઉત્પાદન પૂર્ણ થઈ બહાર આવતા તેને ૪૫ દિવસનો સમસ્ય લાગે છે તો કહી શકાય કે અમારા ક્ષેત્રના ઉદ્યોગને રાબેતા મુજબ શરૂ થતા જ ૪૫ દિવસનો સમય લાગી જશે.

Infinity 2

તેમણે વધુમાં રો મટીરીયલની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે સામાન્ય રીતે તમામ કાસ્ટિંગના એકમો પાસે આશરે ૧૫ થી ૨૦ દિવસ ચાલે તેટલો રો મટીરીયલનો સ્ટોક ઉપલબ્ધ હોય છે એટલે હજુ કાસ્ટિંગ ઉદ્યોગને ૨૦ દિવસ સુધી રો મટીરીયલની ચિંતા રહેશે નહીં પરંતુ જો લોક ડાઉન  વધુ લંબાશે તો ફરીવાર અમારે યુનિટ બંધ કરી દેવું પડશે કેમકે અમારું રો મટીરીયલ ટ્રેડર્સ અને આઉટ સોર્સમાંથી આવતું હોય છે પરંતુ પરિવહનની પુરતી વ્યવસ્થા નહીં હોવાથી રો મટીરીયલ મંગાવી શકાશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ મેં અગાઉ કહ્યું કે રાબેતા મુજબ પ્રોડક્શન શરૂ થતા ૪૫ દિવસનો સમય લાગશે તે બાફ ડિસ્ટ્રીબ્યુશન ચેઇન રિપેર થતા પણ આશરે ૪૫ દિવસનો સમય લાગશે તો કાસ્ટિંગ ઉદ્યોગને ધમધમતા આશરે ૯૦ દિવસનો સમય લાગે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. ઉપરાંત તેમણે વૈશ્વિક બજારની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે અમે એક્સપોર્ટ સાથે સંકળાયેલા છીએ એટલે જે દેશમાંથી અમને ઓર્ડર મળ્યા છે તેઓ ડિલિવરી માટે સતત પૂછપરછ કરી રહ્યાં છે કેમકે ત્યાં લોક ડાઉન નથી પરંતુ તેઓ પણ અમારી પરિસ્થિતિ સમજે છે એટલે સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને ઉલ્લેખનીય બાબત એ છે કે વિશ્વ પાસે ફક્ત બે જ વિકલ્પ છે એક ચાઈના અને બીજું ભારત ત્યારે  તમામ દેશના ઉદ્યોગકારોનો વિશ્વાસ ચાઈનાએ ગુમાવી દીધો છે અને આવી પરિસ્થિતિમાં ભારત જ એક વિકલ્પ છે જેનો ચોક્કસ ફાયદો ઉદ્યોગકારો અને દેશને મળશે પરંતુ ફક્ત સરકારે એક્સપોર્ટ માટે સારી પોલિસી બનાવવી પડશે.

ઇલેક્ટ્રિક ક્ષેત્રના ઉદ્યોગો માટે રો-મટીરીયલની ઘટ્ટ મુખ્ય પડકાર: ક્રિએટિવ કેબલ્સ

Creative Cable 2

લોક ડાઉન દરમિયાન ઇલેક્ટ્રિક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કેવી અસર થઈ છે તે અંગે તાગ મેળવવા અબતક મીડિયાની ટીમે પીપલાણા ખાતે સ્થિત ક્રિએટિવ કેબલ્સ કે જેઓ ફિન્સ કેબલ્સ એન્ડ વાયર્સ નામની બ્રાન્ડ ધરાવે છે તેની મુલાકાત લીધી હતી અને ઇલેક્ટ્રિક ક્ષેત્રના ઉદ્યોગોની સ્થિતિ અંગે ચિતાર મેળવ્યો હતો જેમાં ક્રિએટિવ કેબલ્સના ડાયરેકટર પ્રિયંક પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે લોક ડાઉનની સ્થિતિમાં જે છૂટછાટ અમને મળી છે તે ખૂબ પ્રસંશનીય છે જે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું પરંતુ સમસ્યાઓ પણ અનેકવિધ છે તેને પણ ભૂલી શકાય નહિ. તેમણે ઇલેક્ટ્રિક ઉદ્યોગના પડકારો વિશે જણાવતાં કહ્યું હતું કે પ્રથમ પ્રશ્ન તો રો મટીરીયલનો છે કેમકે અમારા ઉદ્યોગમાં મુખ્યત્વે મેટલ, કોપર અને સ્ટીલ રો મટીરીયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ આ ધાતુઓની ખૂબ ઘટ્ટ છે, જેમની પાસે સ્ટોક ઉપલબ્ધ છે તેઓ ઊંચા ભાવે વેંચાણ કરી રહ્યા છે જેના કારણે રો મટીરીયલની સ્થિતિ અત્યંત નબળી છે અને રો મટીરીયલ નહીં મળવાના કારણે જરૂરી માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી.

Creative Cable 1

બીજો પડકાર કર્મચારીઓની ઘટ્ટ નો છે કેમકે મજૂર વર્ગ પરપ્રાંતીય છે જેઓ તેમના વતન પરત ફર્યા છે, જે કર્મચારીઓ શહેરમાં રહે છે તેઓ યુનિટ સુધી પહોંચી શકતા નથી જેના પરિણામે સ્થાનિક કર્મચારીઓના સહયોગથી જ કામ ચલાવવું પડે છે. ત્રીજો પડકાર પરિવહનનો છે કેમકે રો મટીરીયલ મંગાવવું હોય કે પ્રોડક્શન બાદ માલ એક સ્થળે થી બીજા સ્થળે મોકલવુ હોય તો ભારે માલવાહક વાહનોની જરૂર પડે છે પરંતુ આ પ્રકારના વાહનો નહીં મળતા હોવાથી સપ્લાય પણ કરી શકાતી નથી તેમાં પણ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે જેના પરિણામે ખેડૂતોને બોરવેલ થી માંડી વાડીઓ સુધી સિંચાઇ માટે  વાયર્સ અને કેબલ્સની જરૂર પડે છે જેનો ઓર્ડર અમને મળી રહ્યો છે પરંતુ પરિવહનની સુવિધા નહીં મળતા યેનકેન પ્રકારે અમે ડિલિવરી કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા ક્ષેત્રના ઉદ્યોગોનો લઘુ ઉદ્યોગમાં સમાવેશ થાય છે કે જે લોન અને સીસીના સહયોગથી શરૂ કરાતા હોય છે ત્યારે નાના ઉદ્યોગ સાહસિકો આર્થિક રીતે હાલાકી ન ભોગવે તે હેતુસર ૩ મહિના માટે ઇએમઆઈમાં છુટછાટ આપી છે જે ખૂબ સરાહનીય પગલું છે અને અમારા ક્ષેત્રને હાલ અન્ય કોઈ પણ રાહતની જરૂરિયાત નથી ફક્ત પરિવહનને લગતી છૂટછાટ મળવી જરૂરી છે.

જ્યાં સુધી નાના એકમો કાર્યરત નહીં થાય ત્યાં સુધી ફાઉન્ડ્રી ઉદ્યોગ ધમધમતા કરી શકાશે નહીં: સિલ્વર ફાઉન્ડ્રી એલએલપી

Silver Foundary 2

લોઠડા, પડવલા અને પીપલાણા ખાતે મુખ્યત્વે ફાઉન્ડ્રી એટલે ભઠ્ઠીના ઉદ્યોગો આવેલા છે કે જેઓ કાસ્ટિંગ પૂરું પાડે છે, અલગ અલગ પ્રકારની મોલ્ડ પુરી પાડે છે તો હાલ ફાઉન્ડ્રી સાથે સંકળાયેલા ઔદ્યોગિક એકમો સામે કેવા પડકારો છે તે અંગે ચિતાર મેળવવા અબતકની ટીમે પીપલાણા સ્થિત સિલ્વર ફાઉન્ડ્રી એલએલપીની મુલાકાત લીધી હતી. જેમાં નિયત કર્મચારીઓની મર્યાદામાં પ્રોડક્શન શરૂ કરાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ તકે ફાઉન્ડ્રી ઉદ્યોગોની સ્થિતિ અંગે માહિતી મેળવવા અબતક ટીમે એકમના મેનેજીંગ ડિરેકટર અરવિંદભાઈ બેડીયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારા ક્ષેત્રના ઉદ્યોગો અન્ય તમામ પ્રકારના નાના મોટા ઉદ્યોગો સાથે સીધું સંકળાયેલું હોય છે કેમકે ઔદ્યોગિક એકમોને જે પ્રકારના ઓબ્જેક્ટની જરૂરિયાત હોય છે તેનું કાસ્ટિંગ કરી અમે તેમને પૂરું પાડતા હોઈએ છીએ તો જ્યાં સુધી નાના નાના ઔદ્યોગિક એકમો કાર્યરત ન થાય ત્યાં સુધી ફાઉન્ડ્રી ઉદ્યોગો ચોક્કસ હાલાકી ભોગવશે કેમકે જ્યાં સુધી કોઈ ઓર્ડર ન મળે ત્યાં સુધી પ્રોડક્શન શરૂ કરી શકાય નહીં.

Silver Foundary 1

તેમણે અન્ય પડકારો વિશે જણાવ્યું હતું કે હાલ પરિવહન પણ ખૂબ મોટો પડકાર છે કેમકે અમારું રો મટીરીયલ મુખ્યત્વે અન્ય શહેર અને રાજ્યોમાંથી આવતું હોય છે પરંતુ પરિવહનને છૂટ નહીં હોવાથી રો મટીરીયલ પણ મળી શકતું નથી જેના પરિણામે હાલ અમારી પાસે ઇન હાઉસ મટીરીયલ છે તેનાથી અમે ઉત્પાદન શરૂ કર્યું છે પરંતુ કોઈ પણ એકમ પાસે લાંબો સમય ચાલી શકે તેટલો સ્ટોક હોતો નથી તો રો મટીરીયલ અને પરિવહન પણ મુખ્ય પડકારો પૈકી એક છે તેમજ અન્ય પડકાર છે કર્મચારીઓની ઘટ્ટ. હાલના સમયમાં જે કર્મચારીઓ ઇન હાઉસ રહે છે ફક્ત તેઓ જ કાર્યરત છે. અમુક કર્મચારી વર્ગે વતન તરફ હિજરત કરી છે તો અમુક કર્મચારીવર્ગ યુનિટ સુધી પહોંચી શકતો નથી જેથી અમે કર્મચારી માટે હાલાકી ભોગવી રહ્યા છીએ. તેમણે રાહત પેકેજ વિશે જણાવતા કહ્યું હતું કે ફાઉન્ડ્રીના ઉદ્યોગમાં સૌથી વધારે વીજ બીલનું ભારણ હોય છે ત્યારે સરકારે ફક્ત એક્ચ્યુલ વપરાશનું જ બિલ ચૂકવવા સૂચન કર્યું છે જે ખૂબ મોટી રાહત છે તેમજ બેન્કોએ ૩ મહિના સુધી લોનમાં રાહત આપી છે જે પણ અતિ મહત્વપૂર્ણ છે તો હાલ બીજી કોઈ રાહતની જરૂરિયાત રહી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.