Abtak Media Google News

અરૂણાચલ પ્રદેશના અસફિલા વિસ્તારમાં ચીનના દાવા પછી ઊભા થયેલા તણાવની વચ્ચે ચીનની ઘૂસણખોરીવાળી ચાલબાજી પર મોટો ખુલાસો થયો છે. ગુપ્ક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીની સૈનિકો લદાખમાં પેનગોંગ સરોવરની પાસે ભારતીય સરહદમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસી આવ્યા. ભારતીય તિબેટ સરહદ પોલીસ (ITBP)એ ગૃહ મંત્રાલયને સોંપેલા પોતાના એક રિપોર્ટમાં ચીનની ઘૂસણખોરીની સંપૂર્ણ જાણકારી આપી છે.

ચીને લદાખ સેક્ટરમાં આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધુ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા છે. ચીને છેલ્લા એક મહિનામાં 20 વખત ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરી કરી. ITBPએ ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ આપ્યો છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.