લીંબડી મહાજન પાંજરાપોળમાં ઘાસનાં ગોડાઉનમાં આગ

77

લીંબડી મહાજન પાંજરાપોળમાં ઘાસનાં ગોડાઉનમાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ આગના કારણે ૩ થી ૪ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.મળતી વિગત મુજબ લીંબડી મહાજન પાંજરાપોળમાં આવેલા ઘાસના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી હતી.

થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. હાથશાળ ચેરમેન શંકરભાઈ દલવાડી, હસુભાઈ શાહ સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ બુઝાઈ ત્યાં સુધીમાં ૩ થી ૪ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Loading...