Abtak Media Google News

રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કાલે મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા ૧ હજાર કરોડની ગ્રાન્ટના ચેકનું વિતરણ કરાશે

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને અલગ અલગ નગરપાલિકાઓને વિકાસ કામો માટે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ મારફત ૧ હજાર કરોડની ગ્રાન્ટના ચેકનું વિતરણ કરવામાં આવશે. રાજકોટમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ઉપરાંત ભુપતભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ મારફત કોર્પોરેશન તથા જિલ્લાની મહાપાલિકાઓને ચેકનું વિતરણ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, કાલે ગ્રાન્ટ ફાળવણી વીડિયો કોન્ફરન્સ મારફત કરાશે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં મંત્રી, બોર્ડ નીગમના ચેરમેનો ઉપસ્થિત રહેશે. જૂનાગઢ જિલ્લામાં આર.સી.ફળદુ, કચ્છમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદમાં કૌશિકભાઈ પટેલ, મોરબીમાં સૌરભ પટેલ તથા આઈ.કે.જાડેજા, સુરતમાં ગણપતભાઈ વસાવા તથા અમરીશભાઈ ખાંભલીયા, પાટણમાં દિલીપજી ઠાકોર, બનાસકાંઠામાં ઈશ્ર્વરભાઈ પરમાર અને મગનભાઈ માળી, સુરેન્દ્રનગરમાં શંકરભાઈ દલવાડી, પોરબંદરમાં જવાહરભાઈ ચાવડા, વડોદરામાં પ્રદિપસિંહ જાડેજા અને મધુ શ્રીવાસ્તવ, દાહોદમાં બચુભાઈ ખાબડ અને હેમલતાબેન બારોટ, પંચમહાલમાં જયદ્રથસિંહ પરમાર અને કુશળસિંહ પટેરીયા, ભરૂચમાં ઈશ્ર્વરભાઈ પટેલ તથા જાગૃતિબેન પંડ્યા, ગીર-સોમનાથમાં વાસણભાઈ આહિર તથા રાજશીભાઈ જોટવા, ભાવનગરમાં વિભાવરીબેન દવે તથા મહેન્દ્રભાઈ સરવૈયા, વલસાડમાં રમણભાઈ પાટગર, નવસારીમાં કિશોરભાઈ કાનાણી અને આર.સી.પટેલ, તાપીમાં ગૌતમભાઈ ગેડીયા, જામનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, ખેડામાં પંકજ દેસાઈ અને સુનિલભાઈ સીંગી, અમદાવાદમાં રાજેન્દ્રસિંહ ત્રિવેદી અને ભવાન ભરવાડ, ગાંધીનગરમાં વિમલ ઉપાધ્યાય અને સચાદ હિરા, દેવભુમિ દ્વારકા જિલ્લામાં મુળુભાઈ બેરા અને નરેન્દ્ર સોલંકી, છોટા ઉદેપુરમાં લીલાબેન આંકોલીયા અને ઈશ્ર્વરભાઈ ભાવસાર, નર્મદા જિલ્લામાં દલસુખભાઈ પ્રજાપતિ, મહીસાગરમાં રાજેશભાઈ પાઠક, સાબરકાંઠામાં બળવંતસિંહ રાજપુત, બોટાદમાં બી.એચ. ઘોડાસરા અને ડો.ભરત બોઘરા, મહેસાણામાં ટી.ડી.પટેલ, અરવલ્લીમાં સરદારસિંહ બારૈયા જ્યારે અમરેલી જિલ્લામાં હંસરાજભાઈ ગજેરા અને પંકજભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં વિકાસ કામો માટે ૧ હજાર કરોડની ગ્રાન્ટના ચેકનું વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.