Abtak Media Google News

સંસ્થાનાં ૨૪૫ જેટલા વડીલોને સાચવવા સાથો સાથ લોકડાઉનમાં દરરોજનાં બારસોથી વધુ ટિફીન પહોંચાડે છે

દુબઇનાં અગ્રીમ હરોળનાં ઉદ્યોગ૫તિ, અનેક નામી અનામી સંસ્થાઓને મદદ કરનાર, ઉદાર સખાવતી જેમનાં કુટુંબની નસેનસમાં સેવાની સરવાણી વહે છે. એવા શૂન્યમાંથી સર્જન કરનાર, એવા રાજકોટ સ્થિત ડુનેક્ષ હાર્ડવેરવાળા કિશોરભાઇ ખંભાયત અને મીનાક્ષીબેન ખંભાયતા તરફથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા હાલની અત્યંત વિકટ પરિસ્થિતિમાં ચલાવાઇ રહેલ ટીફીન સેવાની પ્રવૃતિઓથી ખુશ થઇ ટીફીન સેવા નિમિતે રૂા.૧ લાખ ૫૦ હજાર રૂપિયાનું અનુદાન કર્યુ છે.  અગાઉ પણ સદભાવ નાં વૃધ્ધાશ્રમને કિશોરભાઇ ખંભાયતા પરિવાર દ્વારા એક રૂમનાં અનુદાન માટે રૂા.૨ લાખ ૫૧ હજાર મળ્ર્યા હતા. તેમજ સંસ્થાનાં તમામ વડીલોને ખંભાયતા પરિવાર દ્વારા નવા રેમ્ડનાં કપડા માટે રૂા.૧ લાખ ૫૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આતકે સુખ, દુ:ખનાં સાથી, કયારેય કોઇ કામનીના નહી, એવા ખંભાયતા પરિવારનો સદભાવનાં વૃધ્ધાશ્રમનાં વિજયભાઇ ડોબરીયા અને ધીરેન્દ્રભાઇ કાનાબારે આભાર માન્યો. સદભાવનાં વૃધ્ધાશ્રમ છેલ્લા ૫ વર્ષથી અશકત અને બુર્ઝગ વડીલોની સેવામાં કાર્યરત છે. હાલમાં સંસ્થામાં ૨૪૫ વડીલો બીરાજમાન છે. ૭૦ વડીલો પથારીવશ છે. હાલની અતી વિકટ પરિસ્થિતિમાં સદભાવનાં વૃધ્ધાશ્રમ દ્વારા નિરાધાર, ગરીબ લોકોને ઘેર ઘેર ટીફીન પહોંચાડવાની ભગીરથ સેવાની યોજના ચાલુ છે. ૧૨૦૦થી વધુ ટીફીનો જરૂરિયાતમંદોને પહોંચાડવાની સેવાનું કાર્ય ચાલુ છે. વિશેષ માહિતી માટે સંસ્થાનાં મોબાઇલ નંબર ૮૫૩૦૧ ૩૮૦૦૧ સંપર્ક કરવા જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.