Abtak Media Google News

માખાવડ ગામને સૌથી વધુ ૪૮.૩૪ લાખની ગ્રાન્ટ ફાળવાઇ: તાલુકા પંચાયતની અંતિમ સાધારણ સભા યોજાઇ

વહીવટદાર તરીકે તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરાની નિમણૂંક

લોધીકા તાલુકા પંચાયત ની છેલ્લી સાધારણ સભા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ધારાસભ્ય ની અધ્યક્ષતા મા મળેલ જેમાં  તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ. દ્વારા તાલુકા પંચાયત ના કામો તેમજ રજુઆતો નું વંચાણ કરવામાં આવેલ  તાલુકા પંચાયત ના પદાધિકારીઓ નીમુદત પૂર્ણ થતાં સરકાર તરફથી વહીવટ તરીકે ટી.ડી.ઓ.ની નિમણુક કરવામાં આવી છે. તાલુકા પંચાયત ની સ્વ ભંડોળ ની (૭ કરોડ ૪૧ લાખ રૂપિયા) માંથી પાંચ વર્ષ દરમિયાન (૬ કરોડ ૬૭ લાખ ૯૮હજાર નવસો)ની ગ્રાન્ટ તાલુકા ના ૩૭ ગામોને વિકાસ ના કામો માટે ફાળવવામાં આવેલ છે

સૌથી વધુ રકમ તાલુકા પંચાયત પ્રમુખ ની સિટના માખાવડ ગામને (૪૮ લાખ ૩૪ હજાર) તેમજ સૌથી ઓછી રકમ ની ગ્રાન્ટ જસવંતપુરને(૨લાખ) ફાળવવામાં આવેલ છે ખીરસરા ગામ પંચાયત માં નાણાકીય આવક સારી હોવાથી ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા ખીરસરા રાતૈયા સીટના સદસ્ય હોય આ તમામ ગ્રાન્ટ (૩૧. ૮૬લાખની) ગ્રાન્ટ રાતૈયા ગામના વિકાસ કામો માટે ફાળવેલછે

ગઇકાલે  તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા પંચાયત ની છેલ્લી સાધારણ સભા ધારાસભ્ય  તેમજ તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતા માં મળેલ આ સાધારણ સભામાં રાજકોટ ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર તાલુકા પંચાયત સદસ્ય  અનિરુદ્ધ સિંહ  ડાભી, ગીતાબેન વેકરીયા, ભાનુબેન ચાવડા, ભાવનાબેન કમાણી ,શૈલેષભાઈ નંદાશીયા તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો તથા ભીખુભાઈ ડાંગ વિપુલભાઈ મોરડલાખાભાઇ ચોવટીય  તાલુકા પંચાયત સકેલ ભટ્ટભાઇ નાયબ ટી.ડી.ઓ. ચૌધરી તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલ તાલુકા પંચાયત ટી.ડી.ઓ. દ્વારા અહેવાલ વાંચી સંભળાવવામા આવેલ તેમજ અહેવાલ ને બહાલી આપવામાં આવેલ તાલુકા પંચાયત ની ૨૦૧૫ની ટમે પૂર્ણ થતાં તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા સરકાર દ્વારા વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવેલ

૨૦૧૫થી ૨૦૨૦ સુધીના પાંચ વર્ષ ના સમય દરમિયાન તાલુકા પંચાયત સ્વભંડોળની (૭ કરોડ ૪૧લાખની ) ગ્રાન્ટ ની  રકમ માંથી લોધીકા ને (૨૭લાખ) નાધુપીપળીયા(૧૫લાખ ૩૧હજાર ), કોઠાપીપળિયામાં (૧૮ લાખ), જેતાકુબા (૧૫લાખ), ચાદલી (૨૩લાખ ૫૭ હજાર), પીપરડી (૨૦લાખ), અભેપર રતનપર (૯લાખ૫૦હજાર), ચીભડા (૮ લાખ), ખીરસરા ગામ પંચાયત માં સ્વ ભંડોળ સારૂ હોય  ખીરસરા સિટની તમામ રકમ લાખાભાઇ સાગઠીયા તરફથી (૩૧લાખ ૮૬ હજાર પાચસોની) ગ્રાન્ટ રાતૈયાને ફાળવવામાં આવેલ

દેવગામ(૧૫ લાખ ૬૬ હજાર), છાપરા (૧૫લાખ ૫૬ હજાર પાચસો), મોટાવડા (૧૧ લાખ ૨૦હજાર), લક્ષ્મી ઇટાળા (૧૬ લાખ ૩૦હજાર), નગરપીપળીયા (૬ લાખ ૨૭ હજાર ), ધુ.દોમડા (૧૭ લાખ ૩૧ હજાર, ઉડખીજડીયા  (૩૦ લાખ ૩૦ હજાર છસો), પાભર ઈટાળા (૧૭લાખ ૩૩હજાર ત્રણસો), વાજડી વડ (૪ લાખ), મેટોડા (૯ લાખ), બાલસર (૪લાખ ૫૦ હજાર),વાગુદડ (૩૨ લાખ), હરીપર (પાળ) (૧૦લાખ),  જસવંતપુર (૨લાખ), દેવળા (૧૯ લાખ ૪૮હજાર), હરીપર (૧૪લાખ),  ઢોલરા (૩૭ લાખ ૧૨ હજાર), કાગશીયાળી (૫ લાખ), પારડી (૧૪લાખ), તરવડા (૨૫ લાખ ૫૯ હજાર આઠસો),રાવકી (૩૩ લાખ ૧૩ હજાર આઠસો), પાળ(૩૫ લાખ ૩૪ હજાર પાચસો), પારડી (૧૪ લાખ) પીપળીયા પાળ (૮લાખ ૫૦ હજાર),  વિરવા (૩લાખ ), ખાંભા (૨૩ લાખ ૩૦ હજાર),  સાંગણવા (૩૬ લાખ ૬૮ હજાર), તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ માં પેવર બ્લોક ના (૩ લાખ ૮૦ હજાર) ફાળવવામાં આવેલ છે આમ તાલુકા પંચાયત ની સ્વ ભંડોળ ની ગ્રાન્ટમાથી ૧૫ સિટના ૩૭ ગામોને વિકાસ ના કામો માટે પાંચ વર્ષ માં (૭ કરોડ ૪૧ લાખ રૂપિયા)ના સ્વભંડોળમાંથી (૬ કરોડ ૬૭ લાખ ને ૯૮ હજાર નવસો )ની ફાળવણી કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.