ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારો સાથે ઠગાઇ કરનાર એક શખ્સના જામીન મંજૂર

રાજયના ૨૦ હજારથી વધુ લોકો સાથે રૂ.૪૩૧૯ કરોડની છેતરપિંડીના આઠ શખ્સો સામે ગુનો નોંધાયો ‘તો

ક્રપ્ટો કરન્સીમાં પ્રખ્યાત બીટકોઈન જેવી જ ઇ..બી.ટી. કોઈન નામની ક્રિપ્ટો કરન્સી મારફત વીસ હજારથી વધુ રોકાણકારોને ઉંચુ વ્યાજ, વળતર અને નફો આપવાની લાલચ આપી કરોડો રૂપીયા ઓળવી જવાના ગુનામાં પકડાયેલા અમદાવાદના ધર્માંગ પંડ્યાના જામીન રાજકોટ સ્પેશીયલ અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

આ કેસની હકીકત મુજબ રાજ્યની સી.આઈ.ડી. ક્રાઈમ પોલીસને રાજકોટના મેઘાણીનગર, કોઠારીયા મેઈન રોડ પર રહેતા ચેતન રમેશભાઈ ઠુંમરે આરોપી દિનેશ ગઢવી (રહે. અમદાવાદ), પરાગ દોશી (રહે. રાજકોટ), ધીરૂ સોની (રહે. રાજકોટ), દેવેનભાઈ સોની (રહે. રાજકોટ), કિરીટસિંહ જાડેજા (રહે, રાજકોટ), ભોગીલાલ શાહ (રહે. રાજકોટ) ધમાંગ પંડયા (રહે. અમદાવાદ) અને સાહીન પીલી (રહે, એસ્ટોનીયા યુરોપ)વિગેરે વિરુદ્ધમાં  ફરીયાદ નોંધાવી હતી. કે, આરોપીઓએ ગુજરાતભરનાં ૨૦ હજારો લોકો પાસેથી આર.બી.આઈ.ની મંજૂરી ન હોવા છતાં અલગ અલગ કંપનીઓ બનાવી  રૂા.૪૩,૧૮,૯૯,૧૬૭ ની ૨કમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની તેમજ થાપણદારોના નાણા ઓળવી જવા માટેના ખાસ કાયદા જીપીઆઇડી અને ચીટન્ટ જેવા કાયદા પીસીએમસી એકટ એમ વિવિધ કાયદાની જોગવાઈઓ ભંગની ફરિયાદ નોંધાતા સરકાર દ્વારા રાજયવ્યાપી કૌંભાડ આચાર્યની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પૈકી ધમાગ બાલકૃષ્ણ પંડયાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી દાખલ કરેલ હતી જે અરજી સુનાવણી ઉપર આવતા ગોાકાણી દ્વારા સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચૂકાદાને ટાંકી એવી જરૂરીયાત રહેતી નથી કારણ કે કિપટો કરન્સીનો ઉપયોગ કે ટ્રેડીંગ કરવા માટે આર.બી.આઇ.ની કોઇ પૂર્વમંજૂરીની જરૂરીયાત રહેતી નથી. કારણ કે કિપટો કરન્સીને આર.બી.આઇ. દ્વારા રેગ્યુલેટ કરી શકાય તેવી જોગવાઇ ભારતમાં પ્રવર્તમાન કોઇ જ કાયદાઓમાં નથી.

પરંતુ તપાસ એજન્સી દ્વારા કોઇ અગમ્ય કારણોસર એક ને ફરીયાદી અને બીજાને આરોપી બનાવી દેવામાં આવેલ હોય પોલીસે મુકેલ આક્ષેપ મુળભૂત રીતે ટકવા પાત્ર ન હોય તેથી આરોપીને જામીન મુકત કરવા વિસ્તૃતપણે રજૂઆત કરવામાં આવેલ હતી.

અદાલતે બચાવપક્ષના વકિલ તુષાર ગોકાણીની દલીલો માન્ય રાખી આરોપી ધર્માગ પંડયયાને પાસપોર્ટ જમા કરાવવાની અને રાજયની હદ ન છોડવાની શરતે જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલો હતો.

આ કામમાં આરોપી ધર્માગ પંડયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, કિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા રોકાયેલ છે.