Abtak Media Google News

મુખ્યમંત્રી  ગ્રામ સકડ યોજના હેઠળ નોન પ્લાન રસ્તાઓને ના. મુખ્યમંત્રી નીતીન પટેલની મંજુરી: ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની રજુઆતને સફળતા

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવતા રાજકોટ-કોટડાસાંગાણી – લોધીકા તેમજ પડધરી તાલુકાને લાગુ રસ્તાઓની છેલ્લા લગભગ ૩૦-૩૫ વર્ષથી રજુઆત થતી હતી. અને ગુજરાત રાજયની સ્થાપના પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નોન પ્લાન રસ્તાઓને જોબનંબર આપવાની શરુઆત ગત વર્ષથી કરવામાં આવી છે. અને ચાલુ વર્ષમાં પણ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હુઠળ રાજકોટ ગ્રામ્યમાં આવતા ૩૩.૧૫ કી.મી.ના કાચા નોન પ્લાન રસ્તાઓને નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા  રૂ ૧૩.૮૫ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં કોટડા સાંગાણીના નવા રાજપીપળાથી મોટા માંડવાના પ કી.મી. રસ્તા માટે  રૂ૨.૩૦ કરોડ, લોધીકાના લક્ષ્મી ઇટાળાથી સુવાગ રોડ અને લક્ષ્મી ઇટાળાથી ધુળીયા દોમડા રોડ તેમજ કોઠા પીપળીયાથી ચાંદલી લોધિકા એપ્રોચ રોડ આમ કુલ ૯ કી.મી. રોડ  માટે  રૂ ૨.૯૦ કરોડ, પડધરીના રાતૈયાથી ઇશ્ર્વરીયાના ૪.૫૫ કી.મી. રોડ માટે  રૂ ૧.૭૫ કરોડ, રાજકોટના ખારચીયા ભંગડા અને હલેન્ડા ખડવાવડીના કુલ ૭.૧૦ કી.મી. રોડ માટે  રૂ ૩.૬૦ કરોડ કોટડા સાંગાણીના હડમતાળાથી સિધેશ્ર્વર મહાદેવ મંદીર અને પડવલાથી નારણકાના કુલ ૭.૫૦ કી.મી. રોડ માટે  રૂ૩.૩૦ કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. આમ કુલ ૩૩.૧૫ કી.મી.ના રસ્તાઓ પર માટી કામ,

મેટલ કામ, જીએસબી, ડામર કામ તથા જરુરી નાળા કામ અને રોડ ફીનીશીંગ માટે  રૂ ૧૩.૮૫ કરોડની રકમ ફાળવવામાં આવી છે. લગભગ ૩૦ જેટલા ગામોને જોડતા રસ્તાઓ મંજુર થતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે તેમ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.