બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા દાદી જાનકીજીનું ૧૦૪ વર્ષની જૈફ વયે નિધન

72

આંતર રાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવનમાં અંતિમ સંસ્કાર: છેલ્લા બે મહિનાથી શ્ર્વાસ અને પેટની તકલીફથી પીડાતા હતા

મહિલાઓ દ્વારા સંચાલિત દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝની મુખ્ય પ્રશાસિત તથા સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર રાજયોગીની દાદી જાનકીજીનું ૧૦૪ વર્ષની ઉંમરે દેહાવસાન થયેલ છે.

માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્૫િટલમાં ર૭ માર્ચે શુક્રવાર સવારે ર વાગ્યે તેમણે અંતિમ શ્ર્વાસ લીધેલ, તેમને છેલ્લા બે મહિનાથી શ્ર્વાસ અને પેટની તકલીફ હતી જેની સારવાર ચાલુ હતી. તેમના અંતિમ સંસ્કાર બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવનમાં કોન્ફરન્સ હોલ સામેના ગ્રાઉન્ડમાં આજે બપોરે ૩ વાગ્યે થશે.

દાદીજીનો જીવન પરિચય

* ૧૯૧૬માં હૈદરાબાદના સિંઘ પ્રાંતમાં જન્મ

* ૧૯૭૦ માં પહેલીવાર વિદેશમાં આઘ્યાત્મનો સંદેશો આપવા ગયા

* ૨૦૦૭માં બ્રહ્માકુમારીઝની મુખ્ય પ્રશાસિકાના ‚પમાં સંસ્થાની કમાન સંભાળી

* ૧૦૦ દેશોમાં એકલા હાથે રાજયોગ મેડીટેશન અને આત્યાત્મનો સંદેશ પહોચાડયો

* ૧૪૦ દેશોમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાન સેવા કેન્દ્રની સ્થાપના

* ર૧ વર્ષની ઉમ્રમાં સંસ્થા સાથે સમર્પિત રૂપે જોડાયા

* ૧ર લાખથી વધુ ભાઇઓ-બહેનો વર્તમાનમાં સંસ્થા સાથે જોડાયેલા છે.

* ૧૪ વર્ષ સુધી ગુપ્ત યોગ- સાધના કરી હતી.

* ૮૦ ટકા ચીજો જીવનના અંતિમ તબકકામાં પણ યાદ રહેતી હતી.

દાદીજી ‘સ્વચ્છ ભારત મિશન’ના બ્રાન્ડ એમ્બેસેડર

બ્રહ્માકુમારીઝ સંસ્થાની પુરા વિશ્ર્વમાં સાફ સફાઇ અને સ્વચ્છતાને લઇને વિશેષ ઓળખ છે દેશમાં સ્વચ્છતા જાળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દાદી જાનકીજીને સ્વચ્છ  ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર માટે નિયુકિત કરી હતી. દાદીજીના નેતૃત્વમાં પુરા ભારત વર્ષમાં વિશેષ સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું હતું.

દુનિયાના ૧૮૦ દેશોમાં હજારો સેવા કેન્દ્રોની સ્થાપના કરેલી

નારીશક્તિની પ્રેરણાસ્ત્રોત રાજયોગની દાદી જાનકીનો જન્મ ૧, જાન્યુઆરી, ૧૯૧૬ માં હૈદરાબાદ સિંધમાં થયો હતો. તેમણે ૨૧ વર્ષની ઉંમરે જ બ્રહ્માકુમારી સંસ્થાના આધ્યાત્મિક પથનો સ્વીકાર કરેલ અને પૂર્ણ રૂપથી સમર્પણ થઈ ગયેલ. આધ્યાત્મિક ઉડાનની શિખરે પહોંચેલ દાદી જાનકીજી એ માત્ર ૪ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ.પરંતુ આધ્યાત્મિક આભાથી ભરપૂર ભારતીય દર્શન, રાજયોગ અને માનવીય મૂલ્યોની સ્થાપના માટે ૧૯૭૦માં તેઓ પશ્ચિમી દેશોમાં ગયા.દુનિયાના ૧૪૦ દેશોમાં માનવીય મૂલ્યોના બીજારોપણ  રૂપી હજ્જારો સેવાકેન્દ્રોની સ્થાપના  કરી લાખો લોકોને એક નવી જિંદગી આપેલ. રાજયોગિની દાદી જાનકી એ આખા વિશ્વમાં મન અને આત્માની સ્વચ્છતાની સાથે સાથે બાહરની સ્વચ્છતા માટે પણ ઉમદા કાર્ય કરેલ.જેના કારણે ભારત સરકારે તેમને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલ. દાદી જાનકીના દેહાવસાનના સમાચાર સાંભળી આ સંસ્થાના દેશ વિદેશના  અનુયાયીઓએ શ્રદ્ધા સુમન અર્પણ કરવા યોગ સાધના પ્રારભ  કરી દીધેલ છે. તેમના પાર્થિવ દેહને  માઉન્ટ આબુથી આબુરોડ  શાંતિવન  લાવવામાં આવશે અને ભાવભીની શ્રદ્ધાંજલિ પશ્ચાત પાંચ તત્વોમાં વિલીન થઈ જશે.

Loading...