Abtak Media Google News

રાજયમાં આગામી દોઢ વર્ષ સુધી ઘઉં અને ચોખાનો જથ્થો મળી રહે તે માટે FCI સજજ: ૩૪૦૦ મેટ્રીક ટનનો ચોખાનો જથ્થો આવી ગયા બાદ ઘઉંની ૪ રેક આવવાની તૈયારી

આગામી ત્રણ માસ સુધી અંત્યોદય અન્ન યોજનાનાં લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજનો જથ્થો મળવાપાત્ર રહેશે: FCIનાં સીએમડી ડી.વી.પ્રસાદ અને ગુજરાત એફસીઆઈનાં જનરલ મેનેજર અસીમ છાબડાની કામગીરીને બિરદાવાઈ

કોરોનાના કહેર વચ્ચે જયારથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને અમલી બનાવવામાં આવી છે જે ભારત સરકારની એક ખુબ જ મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે. આ યોજના થકી જરૂરીયાતમંદ લોકોને અનાજ વિતરણ કરવાની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે ત્યારે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત રાજયને આગામી દોઢ વર્ષ સુધી અનાજનો જથ્થો મળી રહે તે માટે તૈયારી કરી લીધેલ છે. આ યોજના થકી હાલ ગુજરાત રાજયમાં ૫.૧૧ લાખ મેટ્રીક ટન ઘઉંનો જથ્થો ઉપસ્થિત છે જયારે ચોખાનો જથ્થો ૧.૩૦ લાખ મેટ્રીક ટનનો હોવાનું સામે આવ્યું છે ત્યારે સવિશેષ રાજકોટની જો વાત કરવામાં આવે તો એપ્રિલ માસમાં ૭ રેક આવ્યા હતા જેમાંથી ૪ રેક ચોખાના અને ૩ રેક ઘઉંના આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ તકે એફસીઆઈ ગુજરાતનાં સંપર્ક અધિકારી મહેન્દ્ર પાટીલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી મહિના એટલે કે ચાલુ મે માસમાં એક ચોખાનો રેક આવી ગયો છે જે ૩૪૦૦ મેટ્રીક ટન હોવાનું જણાવ્યું છે.

Vlcsnap 2020 05 11 15H33M54S627

આ ચોખા સેફીડોન હરિયાણાથી આવેલા છે ત્યારે ચાલુ મે માસ દરમિયાન વધુ ૪ રેક ઘઉં આવશે તે પણ માહિતી આપવામાં આવી હતી. આ તકે મહેન્દ્ર પાટીલનાં જણાવ્યા મુજબ સિનિયર આઈએએસ અધિકારી ડી.વી.પ્રસાદ અને ગુજરાત એફસીઆઈનાં જનરલ મેનેજર આસિમ છાબડાની રાહબરી હેઠળ જે રીતે એફસીઆઈ જરૂરીયાતમંદ લોકોને અનાજ પુરું પાડી રહ્યું છે તેમાં આ બંને અધિકારીઓને વિશેષ શ્રેય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેતુસર ૮૦ કરોડ વ્યકિતઓ એટલે કે ભારતની બે તૃતીયાંશ વસ્તી આ યોજનામાં આવરી લેવામાં આવશે. આ યોજના થકી દરેક વ્યકિત અને પરીવારને ત્રણ માસ સુધી નિ:શૂલ્ક અનાજ આપવામાં આવશે કે જે વર્તમાનમાં મળનાર અનાજ કરતા બમણુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત રોગચાળાથી પ્રભાવિત દેશભરનાં સમાજયુકત વર્ગમાં ૧૨૦ લાખ મેટ્રીક ટન અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંપર્ક અધિકારીનાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના થકી લોકોને નિ:શુલ્ક અનાજ સસ્તા અનાજની દુકાન પરથી મળવાપાત્ર રહેશે.

Vlcsnap 2020 05 12 10H35M03S081

મે અને જૂન માસમાં દરેક અંત્યોદય અન્ન યોજનાનાં લાભાર્થીઓને પ્રતિ માસ કાર્ડ દીઠ ૩૫ કિલો ગ્રામનાં તેમના સામાન્ય કોટા કરતા ૫ કિલો ગ્રામ પ્રતિ માસનો વધારાનો લાભ આપવા માટે પણ સરકારે રજુઆત કરેલી છે.

Img 20200511 Wa0002

અધ્યક્ષ કમ મેનેજીંગ ડિરેક્ટર ડી વી પ્રસાદ IAS ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ના નેતૃત્વ માં FCI ની ભૂમિકા દેશમાં પર્યાપ્ત બફર સ્ટોક અને ભાવ સ્થિરતા જાળવવાની છે. એફસીઆઇ મુખ્યત્વે પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાંથી અનાજની ખરીદી કરે છે અને ખાધવાળા રાજ્યોમાં સપ્લાય કરે છે. અને વર્તમાન માં યુદ્ધ ના ધોરણે, રાષ્ટ્રને અન્ન સુરક્ષાની ખાતરી સાથે FCI- એફસીઆઈ ના કર્મચારીઓ દિવસ રાત સમગ્ર ભારત માં કાર્ય કરી રહ્યા છે. ભારતમાં એફસીઆઈ ખાદ્ય અનાજના એક દિવસના રેલ્વે દ્વારા પરિવહન કરવા માં તમામ સમયનો રેકોર્ડ બનાવ્યો,  દેશભરમાં તાળાબંધી દરમિયાન ના સમય ગાળા માં ઘઉં અને ચોખા અનાજના સંગ્રહને દેશ માં ઉપલબ્ધ કરાવવામાટે અને , અંદાજે દોઢ વર્ષ ચાલે તેટલી માત્ર માં અનાજ રહે તે રીતે એફસીઆઈ સતત ૧.૯૩ લાખ મેટ્રિક ટન ની અંદાજે ૭૦ રેક ( ટ્રેન) દ્વારા ખસેડીને સિંગલ ડે મૂવમેન્ટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. તેજ રીતે લોક ડાઉન શરૂ થયાના  દિવસ થી આજ સુધી સરેરાશ એફસીઆઈએ ૧.૪૧ લાખ મેટ્રિક ટનનું રોજ્ સરેરાશ અનાજ સમગ્ર દેશ માં ટ્રેન મૂવમેન્ટ કરવામાં આવે છે

Img 20200511 Wa0001

વ્યવસ્થા ના ભાગ રૂપે FCI ગુજરાતના મહા પ્રબંધક અસીમ છાબડા ના માર્ગદર્શન માં અપ્રેલ ૨૦૨૦ માં ગુજરાત માં ૯૫ રેક ચોખા -૨૪ રેક ઘઉં આ રીતે કુલ ૧૧૯ રેક દ્વારા અનાજ નો  જથ્થો અને ૨૦ ક્ધટેનર દ્વારા પ્રયાપ્ત માત્રામાં અનાજ નો જથ્થો ગુજરાત પાસે ઉપલબ્ધ કરાવા માં આવેલ છે અને દેશભરમાં ઘઉં અને ચોખા અનાજ સંગ્રહ દેશ અંદાજે દોઢ વર્ષ ચાલે તેટલી માત્ર માં અનાજ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ય ૫.૮૨ લાખ લાભાર્થીઓને અન્નનો લાભ મળી રહેશે: પુજા બાવડા (ડીએસઓ)

Vlcsnap 2020 05 11 15H38M08S849

રાજકોટ જિલ્લાનાં પુરવઠા અધિકારી પૂજાબેન બાવડાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે સમગ્ર ગુજરાત રાજયમાં લોકડાઉનની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેનાથી સામાન્ય માણસોનાં ધંધા-રોજગારો પર વિપરીત અસર પડી છે. આ તકે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર બંને દ્વારા સામાન્ય નાગરિકોને અન્ન પુરવઠો મળી રહે તે માટેની યોજનાઓ બનાવવામાં આવી છે જે રેગ્યુલર કાર્ડધારકોની સાથે એપીએલ-૧ કાર્ડધારકોને અન્ન પુરવઠો મળી રહેશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે જેને લઈ હાલ કાર્ય પણ હાથ ધરાયા છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે રેગ્યુલર કાર્ડધારકોને પુરવઠો દર મહિને મળે છે એ એપ્રિલ મહિનાથી વિનામુલ્યે ૩ માસ સુધી આપવામાં આવશે જેમાં ઘઉં, ચોખા, ખાંડ, દાળનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ તમામ લાભાર્થીઓને ઘઉં, ચોખા અને તુવેર દાળ પુરી પાડવામાં આવે છે. આ વખતે રાજયનાં મુખ્યમંત્રી દ્વારા નોન એફએસી એટલે કે એપીએલ-૧ કાર્ડધારકો માટે પણ વિનામુલ્યે અનાજ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંગે પહેલા તબકકાનું વિતરણ પણ પુરુ થઈ ચુકયું છે. આ અંગે બીજા તબકકાનું અનાજ વિતરણ આગામી મે માસથી શરૂ કરવામાં આવશે. રાજકોટમાં રેગ્યુલર કાર્ડધારકોની સંખ્યા ૨.૮૯ લાખ લાભાર્થીઓની છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાથી અન્ય ૫.૮૨ લાખ લાભાર્થીઓને લાભ મળશે તેમ પણ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજયમાં પ્રતિ માસ ૧.૯૧ લાખ મેટ્રીક ટન અનાજની ફાળવણી: મહેન્દ્ર પાટીલ

Vlcsnap 2020 05 11 15H37M20S303

ગુજરાત રાજયનાં એફસીઆઈનાં સંપર્ક અધિકારી મહેન્દ્ર પાટીલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજયમાં પ્રતિ માસ ૧.૯૧ લાખ મેટ્રીક ટન અનાજની ફાળવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટ ખાતે પ્રતિ દિવસ ૫૦૦ મેટ્રીક ટન અને પ્રતિ માસ ૧૫૦૦ મેટ્રીક ટનની ઓફટેક પણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી દ્વારા જે યોજના જરૂરીયાતમંદ લોકો માટે બનાવવામાં આવી છે તે યોજનાને બખુબી રીતે અમલી બનાવવા એફસીઆઈનાં ચેરમેન કમ મેનેજીંગ ડિરેકટર અને વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારી ડી.વી.પ્રસાદ તથા એફસીઆઈ ગુજરાતનાં જનરલ મેનેજર અસીમ છાબડાની રાહબરી હેઠળ પુરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ યોજનાને ખુબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વધુમાં તેઓએ ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેનો સંપુર્ણ શ્રેય બંને અધિકારીઓનાં શીરે જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.