Abtak Media Google News

પીએચ.ડીની પ્રવેશ પરીક્ષાનું ૨ ટકાથી પણ નીચું રીઝલ્ટ આવતા પરિણામ પાછુ ખેંચી લેવાયું હતું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પીએચ.ડી પ્રવેશ પરીક્ષાનો ૨ ટકાથી પણ ઓછું રીઝલ્ટ જાહેર થતા પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરથી પરત ખેંચી લેવામાં આવ્યું હતું. જોકે આટલું નીચું રીઝલ્ટ આવતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. માઈન્સ સિસ્ટમ દાખલ કરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે ગઈકાલે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ દ્વારા પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ૧૦ માર્કસનું ગ્રેસીંગ અપાયું છે.

મળતી માહિતી મુજબ યુનિવર્સિટી દ્વારા ગત શનિવારે લેવાયેલ પીએચ.ડીની પ્રવેશઅ પરીક્ષામાં ૨૫૪૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જોકે ૧૮૪૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી માત્ર ૨૪ છાત્રો જ પાસ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ઉપરાંત ૨૪ વિષય તો એવા હતા કે જેમાં એક પણ છાત્ર પાસ થયો ન હતો. દોઢ ટકા જેટલું કંગાળ પરીણામ આવતા સતાધીશોએ વેબસાઈટ પરથી પરિણામ પરત ખેંચી લીધું હતું જોકે કુલપતિ પેથાણી દ્વારા પીએચડીનાં વિદ્યાર્થીઓને ૧૦ માર્કસનું ગ્રેસીંગ અપાયું છે જેથી હવે ૨૪નાં બદલે ૪૦ છાત્રો પાસ થાય તેવી શકયતા દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.