સુરેન્દ્રનગરના પાટડી પાસે ગોઝારો અકસ્માત: સાત લોકો બળીને ખાખ !!

ડમ્પર સાથે પાછળથી ઇકો કાર અથડાતા કાર માં અગ્નિ ની ચિંગારી નીકળતા આગ ભભૂકી ઉઠી હતી

સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર પાટડી-ખેરવા પાસે આજરોજ સવારે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. આગળ જઈ રહેલા એક ડમ્પર સાથે પાછળથી ઇકો કાર અથડાતા કાર માં અગ્નિની ચિંગારી નીકળતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સાત લોકોના મોત નીપજ્યાં છે.

કારમાં સવાર લોકો કારની બહાર નીકળી ના શક્યા અને ડ્રાઈવર સહિત તમામ લોકો આગ ની ઝપેટ માં આવી જતા જીવતા બળીને ખાખ થઈ ગયા. બનાવની જાણ થતાં બજાણા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મોતને ભેટનાર લોકોના નામ

કોરડાનો પરીવાર( સાંતલપુર )
૧ નાઇ રમેશભાઇ મન્સુખભાઇ
૨ નાઇ કૈલાષબેન રમેશભાઇ _ પત્નિ
૩ નાઇ મિતલ રમેશભાઇ _ પુત્રી
૪ નાઇ શનિ રમેશભાઇ _ પુત્ર

નાનાપુરાનો પરીવાર( રાઘનપુર)
૫ નાઇ હરેશભાઇ ચતુરભાઇ
૬ નાઇ તેજશબેન હરેશભાઇ _ પત્નિ
૭ નાઇ હર્ષદ હરેશભાઇ _ પુત્ર