Abtak Media Google News

કાગવડમાં ખોડલધામ મંદિરે દર્શને આવતા હજારો ભાવિકોની સુવિધામાં થશે વધારો

કાગવડ (ખોડલધામ) ખંભાલીડા રોડ પર રેલ્વે ઓવરબ્રીજ મંજુર કરવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો ધારાસભ્ય ગોવિંદે પટેલે આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, માં ખોડલ એ અનેક સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. લેઉવા પટીદાર સમાજે સંગઠન અને એકતાના પ્રતિક‚પે કાગવડ મુકામે અદ્યતન ખોડલધામ બનાવેલ છે જે જગ્યા ઉપર જતા રસ્તો સાંકડો અને રેલ્વેની લાઈન રસ્તા ઉપર આવતા ક્યારેક ખુબ જ મોટી ભીડ તી હતી. જેના નિવારણ માટે અને ખંભાલીડા જતાં ડુંગરોમાં પૌરાણીક બુદ્ધ ગુફાઓ આવેલ છે તે જોવા માટે પણ ખુબ જ પ્રવાસીઓ આવે છે તેને રસ્તાની તેમજ પુલની સગવડતા આપવા માટે આશરે ઓગણીસ કરોડ પચીસ લાખના ખર્ચે ઓવરબ્રીજ શે અને રસ્તો તે આગળ જતાં દોરડી-લીલાખા રોડને જોડતો બનશે. તેનાી જૂનાગઢ-અમરેલી બાજુી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.