વેરાવળ તાલુકાના કાજલી માર્કટીંગ યાર્ડના ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમારની બિનહરીફ વરણી

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના માર્કટીંગ યાર્ડના ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમારની બિનહરીફ વરણી આજરોજ થયેલ છે ત્યારે ગોવિંદભાઇ પરમાર તાલાલાના પૂર્વ ધારાસભ્ય , ગુજકો માસોલના વાઇસ ચેરમેન તેમજ કારડીયા રાજપૂત સમાજના સક્ષમ નેતા તરીકે શોભી રહ્યા છે . કાજલી માર્કટીંગ યાર્ડની કાયાપલટ કરી ખેડૂતોને વધુને વધુ ફાયદો થાય તેમજ રાજય સરકારની અને કેન્દ્ર સરકારની મહતમ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે તેવા પ્રયાસ ગોવિંદભાઇ પરમાર કરી રહ્યા છે. કાજલી માર્કટીંગ યાર્ડ પણ સૌરાષ્ટ્રમા એક વિકસીત યાર્ડ તરીકે નામાંકીત છે ત્યારે ફરી પાંચમી વખત યાર્ડના ચેરમેન તરીકેનુ સુકાન ગોવિંદભાઇ પરમાર ને સોપવામા આવતા ખેડૂતો તથા યાર્ડના સભ્યોમા આનંદની લાગણી જોવા મળી હતી.

Loading...