Abtak Media Google News

રળીયામણાં માધવપુર (ઘેડ)માં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી ના લગ્નપ્રસંગે યોજાતા  પરંપરાગત લોકમેળાનો પ્રારંભ યો છે. માધવપુરના મેળાને  આ વખતે હાઇટેક ટચ આપવામાં આવ્યો છે. જેની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સો મહેમાન મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.

2 12આ પ્રદર્શન બે ભાગમાં યોજાયું છે. એક ભાગમાં પ્રાદેશિક હસ્તકલા કારીગરોનુ; પ્રદર્શન યોજવામાં આવ્યો છે. તેમાં સૌરાષ્ટ્રની કલાની ઓળખ આપતી હસ્ત કલાકારીગીરીની વસ્તુઓનું પ્રદર્શન યોજાવામાં આવ્યું છે.આ ઉપરાંત  તાંબા પિત્તળના વાસણો, ગૃહ સુશોભનની વસ્તુઓની કારીગીરી અને કલાત્મકતા અદભૂત છે. જયારે પ્રદર્શનના બીજા ભાગમાં  ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલાને આલેખતા ભરતકામ અને ચિત્રકળાની વિવિધ રાજયની કૃતિઓ પણ પ્રદર્શીત કરવામાં આવી છે. એમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજયની કલાકૃતીઓ અદભુત છે.

3 7આ ઉપરાંત અન્ય સ્ળે મેદાનમાં વિવિધ સ્ટોલ્સ ઉભા કરીને રાજય અને કેન્દ્રની વિવિધ વિભાગોની કામગીરી અને યોજનાઓને લગતી લોકહિતની જાણકારી આપતું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં નશાબંધી, દહેજપ્રા નાબુદી, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અભિયાન, ખાસ કરીને યુવાનોને દેશભક્તિ માટે પ્રેરીત કરે તેવું નેશનલ કેડેટ કોરની પ્રવૃતિઓ દર્શાવતું અને સેનાના આધુનિક શો અને યુધ્ધ જહાજોની પ્રતિકૃતિઓ દર્શાવતા પ્રદર્શને લોકોમાં આગવું આકર્ષણ જગાવ્યું છે.

4 5આ પ્રદર્શનને નિહાળીને ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ ઓ.પી.કોહલી, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, તેમજ મહાનુભાવો  મણીપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંઘ, અરૂણાચલ પ્રદેશના  રાજયપાલ બિગ્રેડિયર (ડો.) બી.ડી.મિશ્રા (સેવા નિવૃત), અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ, કેન્દ્રિય સંસ્કૃતિ રાજયમંત્રી ડો.મહેશ શર્મા, કેન્દ્રિય ગૃહ રાજયમંત્રી કિરણ રિજ્જુ, ગુજરાત રાજયના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા તા સંસ્કૃતિ રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ, અંજલીબેન રૂપાણી, ભારત સરકારના સાંસ્કૃતીક વિભાગના સચિવ રાઘવેન્દ્રસિંઘ, ધારાસભ્યો બાબુભાઇ બોખીરિયા, રાજયના સાંસ્કૃતીક વિભાગના સચિવ વી.પી. પટેલ, કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર અશોક કાલરીયા, જિલ્લા વિકાસ અધિકારી સી.પી. નેમા, જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડા સહિતના મહાનુભાવો પ્રભાવિત થયા હતાં.

5 5પરંપરાગત લોકમેળામાં લોકડાયરામાં જાણીતા કલાકાર  દેવરાજભાઇ ગઢવી અને ફરીદાબેન મીરે રંગત જમાવી દીધી હતી. લોકમેળાના મુખ્યસભા સ્ળે વિવિધ રાજયના અને તેની ઓળખ સમાન સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત પૂર્વે ઉક્ત બન્ને કલાકારોએ પોતાના કંઠના કામણ પાર્યા હતા અને કૃષ્ણભક્તિને લગતા વિવિધ-પરંપરાગત ભજનો અને લોકગીતોના ગાયન કી મેળાના માણીગરોને ડોલાવી દીધા હતા.

6 3(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.