Abtak Media Google News

ચાઈલ્ડ પોર્ન, રેપ વીડિયોને બ્લોક કરવા અને અપલોડથી રોકવા સરકાર હેશ બેંકની સ્થાપના કરશે

બળાત્કાર, ગેંગ રેપના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સરકારે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના મુખ્ય સ્ત્રોતો ગુગલ, ફેસબુક, ટવીટર, યુ-ટયુબ, યાહુ, માઈક્રોસોફટ અને વોટસએપને સોશિયલ મીડિયા પર ફરતા રેપ અને ગેંગ રેપના વિડીયો પર તુટી પડવાની તાકીદ કરી છે. બધી જ ભાષાઓમાં ફરતા અનેક વિડીયો પર નજર રાખવામાં આવશે. જેમાં અભદ્ર અને ગેરમાર્ગે દોરનારા વિડીયોને સાંખી લેવાશે નહીં.

આ મુદ્દે પ્રજવલા એનજીઓએ સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી. જે અંગે સરકારે સોશિયલ મીડિયાની કંપનીઓને વધુ સુરક્ષિત અને સ્વચ્છ કરવા માટે આ પગલું લીધું છે. આ ઉપરાંત સરકાર ઈન્ટરનેટ પર ફ્રીમાં ફરતા બાળકોના પોર્ન અને રેપના વિડીયો પર તત્કાલ નિર્ણય લેશે. જોકે હાલ કંપનીઓ આ મુદે મથામણ કરી રહી છે પણ એમ છતા સરકારને સંતોષ અપાવવા સક્ષમ બની નથી માટે આ પ્રકારના વિડીયો અપલોડ કરતા પહેલા જ અટકાવી શકાય તેવું સરકાર કરવા ઈચ્છે છે. જોકે સોશિયલ નેટવર્કીંગ કંપનીઓ દ્વારા આ નિર્ણયને સ્વિકૃતિ આપવામાં આવી જ છે. ગુગલ, ફેસબુક, યાહુ, માઈક્રોસોફટ, વોટસએપથી જોડાયેલા પ્રતિનિધિઓ વરિષ્ઠ આઈટી નિષ્ણાંતો અને ગૃહ મંત્રાલયે ચાઈલ્ડ પોનાર્ેગ્રાહી સાથે જોડાયેલા શબ્દોની સુચી બનાવી છે. જેને સર્ચની ડિકશનરીમાંથી જ કાઢી નાખવામાં આવશે. કારણકે સભ્ય સમાજમાં રેપના વિડીયો યોગ્ય નથી. જે માટે સરકાર એક ‘હેશ બેંક’ બનાવશે, જયારે કોઈ આ પ્રકારનો ફોટો કે વિડીયો અપલોડ કરવામાં આવે તો સોફટવેર તેને ઝડપથી પકડી પાડે અને એલર્ટ કરે તો વિડીયોને બ્લોક કરી શકે. જોકે વિદેશોમાં આ પ્રકારની બેંકો છે ત્યારે ભારતમાં પણ તેનો સમાવેશ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.