Abtak Media Google News

૨૬ પૈસાના વધારા સામે પેટ્રોલ પ્રતિ લિટરે રૂ.૮૩.૯૭ જ્યારે ડિઝલના ભાવ ૨૫ પૈસાના ઊછાળા સાથે રૂ.૭૪.૧૨

અગમચેતીના ભાગરૂપે સરકારના પગલાં; ક્રૂડના ભાવ વધારાથી આવક રળી ખાધ પુરવા પ્રયાસ

વૈશ્ર્વિક બજારમાં કાચા તેલની કિંમતો વધતાં ભવિષ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ રૂ.૧૦૦એ ન પહોંચે તે માટે વર્તમાનમાં સમતુલન જરૂરી

કોરોનાકાળમાં લોકો પર મોંઘવારીનો બેવડોમાર પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલે આગ લગાડી હોય, તેમ ભાવ ભડકે બળ્યા છે. ઓલ ટાઈમ હાઈ નજીક રહેતા પેટ્રોલના ભાવ ૨૬ પૈસાના વધારા સાથે પ્રતિ લીટરે રૂ.૮૩.૯૭ જયારે ડીઝલની કિમંત ૨૫ પૈસા વધીને ૭૪.૧૨એ પહોચી છે. કોરોનાને કારણે ઠપ્પ પડેલ ગતિવિધીઓ અને અર્થતંત્ર ફરી પાટે ચડતા વૈશ્ર્વિક બજારમાં કાચા તેલની કિંમતો વધી છે. આથી ભારતીય વાયદા બજારમાં પણ ક્રુડના ભાવ ૩૭૦૦ રૂપીયા પ્રતિબેરલે પહોચતા મોંઘવારીનો આ માર ગ્રાહકોને જરૂર નડી રહ્યો છે. પરંતુ ભવિષ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ અનિયંત્રિત થઈ રૂ.૧૦૦ અથવા તેનાથી વધુની સપાટી ન વટાવે તે માટે સરકાર નટચાલરૂપી અગમચેતી દાખવી પગલા ભરી રહી છે. તો કોરોનાકાળમાં રસીકરણ અભિયાન માટે મોટાપાયે વ્યવસ્થા સહિતના અનેક મોટા ખર્ચો આવશે જેને પહોચી વળવા આવક રળી ખાધ પૂરવા સરકાર પ્રયાસ કરી રહી છે. લોકડાઉન બાદ ધીમેધીમે તમામ પ્રવૃત્તિઓ ફરી ધમધમતા પેટ્રોલ-ડીઝલની માંગમાં વધારો થયો છે. જેના કારણે વૈશ્ર્વિક બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઉછાળો નોંધાયો છે. ડબલ્યુટીઆઈ એક વર્ષ બાદ ૫૦ થી ૫૪ ડોલર પ્રતિબેરલે પહોચી ગયો છે. ગત માર્ચથી મે માસ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ તળીયે પહોચી ગયા હતા છતાં સરકારે સ્થાનિક લેવલે ભાવોમાં ઘટાડો ન કયો હતો. કારણ કે આગમચેતી દાખવી સરકારે સંગ્રહ કરી ભવિષ્યમાં ભાવોમાં વધારો ઉછાળો આવે તો પણ તેને નિયંત્રિત કરી શકાય તે મુજબ પગલા ભરી સંમતુલન જાળવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.