FCI નાં ગોદામો ખાનગી કંપનીને લીઝ પર આપવાની સરકારની રણનીતિ

84
government's-strategy-to-lease-fci's-warehouses-to-a-private-company
government's-strategy-to-lease-fci's-warehouses-to-a-private-company

FCI નાં ગોદામમાં પડેલો ૬૦,૦૦૦ અનાજનો સ્ટોક સડી ગયો,! લાખો રૂપિયાનાં પેસ્ટી સાઇડ નાખવા છતાં FCI નાં ગોદામોમાં પડેલું ૪૦,૦૦૦ ટન અનાજ ઉંદરો ખાઇ ગયા..! રેશનની દુકાનોએ પહોંચાડવા માટે અનાજ ભરીને બિહાર તરફ જઇ રહેલી ટ્રક બે સપ્તાહથી લાપતા..! આપણા અખબારોમાં આવી હેડલાઇનો સાથેના સમાચારો છાશવારે આવતા હોય છે. સન-૧૯૬૫માં FCI ની સ્થાપના થયા બાદ પાંચ દાયકા પુરા થયા પણ હજુ આ સરકારી કંપની ખેડૂતોએ મહામહનતે ઉગાડેલા અનાજની સાચવણી માટે સક્ષમ બન્યુ નથી. આ ઉપરાંત આપણો ખેડૂત જેટલી ઝડપે કૃષિ ઉત્પાદન વધારી રહ્યો છે તેની અધી ઝડપે પણ સરકાર સ્ટોરેજ ક્ષમતા વધારી શકતી નથી  ઉપરની હેડલાઇનોમાં સરકારી ઉંદરો કેટલું અનાજ ખાઇ ગયા તેના આંકડા નથી…!

પરંતુ હવે સરકાર આ દિશામાં પણ પોઝીટિવ બની રહી છે. સરકારે હવે ફુડ સ્ટક મેનેજમેન્ટનું પ્રાઇવેટાઇઝેશન કરવાનો પ્લાન બનાવ્યો છે. જેના આધારે આશરે ૨૦ કરોડ રૂપિયાની નુકસાનીમાં ચાલી રહેલી સરકારી સંસ્થા FCI ની બેલેન્સીટ પણ સુધરશે, અનાજનો બગાડ પણ અટકશે અને FCI ની સ્ટોરેજ ક્ષમતા તથા ગુણવત્તામાં પણ વધારો થશૈ. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડ્યિા (FCI) એ સતત વધતી જતી સ્ટોરેજ કોસ્ટને ઘટાડવા માટે હવે પોતાના કવર કરેલા ગોદામો ખાનગી કંપનીઓને આપવાની રણનીતિ બનાવી છે. FCI ના પ્લાનની બ્લ્યુ પ્રિન્ટ કાંઇક એવું દર્શાવે છે કે સરકાર હવે ટેન્ડર બહાર પાડીને ખાનગી કંપનીઓને  ગોદામો લીઝ પર આપશે. જેમાં FCI નાં કઠોળ, ઘઉં તથા ચોખા જેવા સરકારે જ પ્રોક્યુર કરેલા અનાજ પણ રાખવામાં આવશે. ખાનગી કંપનીઓ આ અનાજની સાચવણી પેટે સરકાર પાસેથી ચાર્જ વસુલ કરશે જ્યારે ગોદામો લીઝ પર લેવાનો ચાર્જ ચુકવશે. આમ કરવાથી સરકારની સ્ટોરેજ કોસ્ટ નીચી આવશે.

  આંકડા જોઇએ તો નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ માં FCI નો વાર્ષિક સ્ટોરેજ ખર્ચ ૪૩ ટકા જેટલા વધારા સાથે ૧૬૪૦૦ કરોડ રૂપિયાથી વધી જવાનું અનમાન છે.  જે આગળ જતાં FCIનું નુકસાન એટલું મોટું કરી શકે છે કે સરકારની તિજોરી પર મોટો બોજ આવે. જો આમ થાય તો ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહિત કરવા માટે અને તેમની આવક બમણી કરવા માટે નાનાની જોગવાઇ જ કરી ન શકાય. આ ઉપરાંત બીજું લોજીક એ પણ છે કે ખેડૂતો ઉત્પાદન લે પણ જો તેની સાચવણીની સરકાર પાસે ક્ષમતા ન હોય તો ઉત્પાદન વધારવા માટે ખર્ચ કરવાનો અર્થ નથી.

હવે સરકાર ગોદામો લીઝ પર આપીને જે આવક થાય તેનો ઉપયોગ ઉપયોગ ગ્રીન ફિલ્ડ વેયરહાઉસીંગ માળખું ઉભું કરવા માટે કરવા માગે છે. ખેડૂતોને ઓછા પાણીએ, ઓછી જગ્યામાં હાઇબ્રિડ બિયારણ વાપરીને વધારે પાક લેવાના અપાયેલા સતત શિક્ષણનાં કારણે હવે આપણો દેશ ધીમે-ધીમે સરપ્લસ એગ્રિકલ્ચર પ્રોડક્ષનના યુગ તરફ જઇ રહ્યો છે. આંકડા બોલે છે કે સરકારનાં બફર સ્ટોકના નિયમો અનુસાર દેશ પાસે બફર અને સ્ટ્રેટેજીક સ્ટોક મળીને કુલ ૪૧૧ લાખ ટન અનાજનો સ્ટોક હોવો જરૂરી છે. જ્યારે હાલમાં ૭૪૨ લાખ ટન અનાજ FCIનાં ગોદામોમાં જમા છે. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારી અભિયાનનાં કારણે સરકારી એજન્સીઓએ ખેડૂતો પાસેથી ખરીદી કરી છે સાથે જ છેલ્લા પાંચ સારા ચોમાસા અને સિંચાઇની વધેલી સુવિધાના કારણે દેશનાં કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આવા સંજોગોમાં FCI નું અનાજની સાચવણીનું બજેટ ૧.૨૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધી જશે. આવો મોટો બોજ સરકાર સહન કરી શકે?

સરકારી આંકડા પ્રમાણે FCI ની કવર કરાયેલા વેરહાઉસોની કુલ ક્ષમતા ૧૨૭ લાખ ટનની છે. તેની સામે હાલમાં જ ઘઉં અને ચોખા નો કુલ સ્ટોક ૩૭૫ લાખ ટન જેટલો છે. મતલબ કે અનાજનો ઘણો મોટો જથ્થો ખુલ્લા ગોદામોમાં પડ્યો છે. હવે જો એક વાર માવઠું થાય તો આ ખુલ્લા મેદાનમાં પડેલી મહામુલી જણસ બગડી જાય તે નક્કી છે. પ્રતિષ્ઠા, ઉત્પાદન અને સુવિધા તમામ મોરચે નિષ્ફળ જવાને બદલે હવે સરકાર વેરહાઉસ મોનટાઇઝેશનનો નવો દાવ ખેલવા જઇ રહી છે.  આમ કરવાથી ઉંચા પગારે સરકારી કંપનીમાં રખાયેલા નોકરીયાત કરર્મેારીઓને પણ અનાજના સ્ટોરેજનું શિક્ષણ મળશે અને એકંદરે દેશને લાભ થશે. 

Loading...