Abtak Media Google News

ભારતમાં દેશ વિરોધી પ્રવૃતિઓના મુડીયા સંઘરનાર પં.બંગાળની સાફસુફી માટે સંરક્ષણ તંત્રનું ટેક ઓફ

રાષ્ટ્રીય સુરક્ષા માટે લાંબા સમયથી પડકારરૂપ બની રહેલા પશ્ચિમ બંગાળમાં દેશ વિરોધી તત્વો પર સરકારે સર્જીકલ સ્ટ્રાઈક જેવો સકંજો કસતા નાપાક તત્ત્વોને પોષતા આ ઘરના ઘાતકી જેવા રાજ્યને દેશ વિરોધી તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થા (એનઆઈએ) દ્વારા પં.બંગાળના મુર્શીદાબાદમાંથી અલ કાયદાના ૬ આતંકીઓને ઝડપી લઈ તપાસ હાથ ધરતા ઘટસ્ફોટ થયો હતો કે, પં.બંગાળમાં આતંકવાદીઓના હિમાયતીઓ મોટા પ્રમાણમાં કામ કરે છે. પં.બંગાળ આમ પણ વર્ષોથી આતંકવાદનું મુખ્ય મથક રહેવા પામ્યું છે. ભારતમાં ઘુસતા દેશ વિરોધી તત્ત્વો બાંગ્લાદેશમાંથી ઘુસીને પં.બંગાળને એન્ટર ટર્નલ તરીકે ઉપયોગ કરતા રહે છે.

પં.બંગાળ આતંકવાદનું મુખ્ય મથક બની ગયું છે. બાંગ્લાદેશના આતંકીઓ આ જ રસ્તે ભારતમાં ઘુસતા આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે મ્યાનમારમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઈકથી શરૂ થયેલું આ અભિયાન અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે. મ્યાનમારમાં રોહિંગીયાના પ્રશ્ર્નોના ઉકેલની સાથે સાથે જમ્મુ-કાશ્મીર કનેકશન ધરાવતા દેશવિરોધી તત્ત્વો પર મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

એનઆઈએ દ્વારા મુર્શીદાબાદમાંથી ઝડપાયેલા આતંકીઓની પુછપરછમાં પં.બંગાળમાં તેમના અનેક સાગ્રીતો હોવાનું કબુલ્યું હતું. આ રેડ પહેલા ભાગી ગયેલા તેમના સાગ્રીતોને ઝડપી લેવા શોધખોળ હાથ ધરવામાં આવી છે. બે વ્યક્તિઓની પુછપરછમાં ઝડપાયેલા છ માં બે વિદ્યાર્થીઓ છે જે કાશ્મીરના કેટલાક લોકોના સંપર્કમાં હતા. કેટલાક સીમકાર્ડ, લેપટોપ, મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાંથી ઝડપાયેલા તત્ત્વો કાશ્મીર અને કેરળના કેટલાક તત્ત્વો સાથે નિયમીત સંપર્કમાં રહેતા અને સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરી વિડીયો કોન્ફરન્સથી માહિતીની આપ-લે કરતા હતા.

એનઆઈએએ રવિવારે મુર્શીદાબાદમાંથી પકડાયેલા એક આરોપી અબુ સુફીયાના ઘર ઉપર રેડ કરીને પરિવારની પુછપરછ કરી તેમના ઘરમાંથી ઈલેકટ્રીક સર્કિટ જેવી ચીજવસ્તુઓ ઘરમાં બનાવાયેલા ભોંયરામાંથી જપ્ત કરી હતી. પાકિસ્તાને સાથે જોડાયેલા આતંકીઓને એનઆઈએએ ઝડપી લીધા હતા. તેમના તપાસમાં પં.બંગાળમાં મોટાપાયે નેટવર્ક હોવાનું બહાર આવ્યું છે. મુર્શીદાબાદના આરોપીઓએ કેરળના અર્નાકુલમના આતંકીઓ સાથે સંપર્કમાં હોવાનું અને કાશ્મીરના અલગતાવાદીઓ સાથે ઓળખાણ હોવાનું કબુલ્યું હતું. પં.બંગાળ આતંકવાદના કેન્દ્ર તરીકે લાંબા સમયથી ભુંડી ભૂમિકા ભજવી રહ્યું છે હવે તેના દેશ વિરોધી નેટવર્કને નેસ્તનાબૂદ કરવાની દિશામાં સરકારે મક્કમ પગલા ભરવાનું શરૂ કરતા આતંકીઓમાં ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.