ઓબીસીને વધુ લાભ માટે ક્રીમીલેયરની આવક ૧૨ લાખ કરવા સરકારની ક્વાયત

વધારેમાં વધારે ઓબીસી પરિવારોને અનામતનો લાભ અપાવીને મોદી સરકાર વધુ એક માસ્ટર સ્ટ્રોક મારશે

આપણા દેશમાં સદીઓથી જ્ઞાતિ પ્રથા પ્રવર્તી રહી છે. રાજકીય પક્ષો પણ પોતાના હીત માટે જ્ઞાતિવાદને ઉતેજન આપીને પોતાના રાજકીય રોટલા શેકતા રહે છે. તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ દેશમાં સૌથી વધારે ૪૧ ટકા લોકો ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગંમાંથી આવે છે. ઓબીસી સમાજ અત્યાર સુધી અનેક પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલો હોય અસંગઠીત હતો. પરંતુ હવે ઓબીસીમાં જાગૃતિ આવતા ધીમેધીમે સંગઠ્ઠીત થઈ રહ્યા છે. જેથી દેશના સૌથી મોટા એવા ઓબીસી સમાજની વોટબેંક પર તમામ રાજકીય પક્ષો નજર રાખીને બેઠા છે. પરંતુ દરકે મુદે આગળનું વિચારનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓબીસીને વધુ લાભ માટે કેપીલીયાની આવક ૧૨ લશખ રૂ  કરવાનો નિર્ણય કર્યો છે.

હાલમાં ઓબીસી માટે ૨૭ ટકા અનાત બે પરંતુ ઓબીસી સમાજમાંથી આવતા નોન ક્રીમીલેયર એટલે કે ઉન્નત, પૈસાદાર વર્ગમાં ન આવતા લોકોને અનામતનો લાભ આપવામાં આવે છે. નોન ક્રીમીલેયરનો લાભ લેવા માટે હાલમાં ઓબીસી પરિવારની આવક મર્યાદા વાર્ષિક રૂ. આઠ લાખની છે. જે પરિવારોની વાર્ષિક આવક આઠ લાખ રૂ.થી ઓછી હોય તેઓ જ અનામતનો લાભ લઈ શકે છે. મોદી સરકારે વધારે ઓબીસી પરિવારો અનામતનો લાભ લઈ શકે તે માટે નોન ક્રીમીલેયરની આવક મર્યાદા આઠ લાખ રૂ .થી વધારીને બાર લાખ રૂ  કરવાની કવાયત હાથ ધરી છે જે પાછળનો મોદી સરકારનો ઉદેશ્ય બહુમતી ઓબીસી મતદારોને ભાજપ તરફ ખેંચવાનો છે.

આ પહેલા પણ વર્ષ ૨૦૧૭માં ભાજપ સરકારે ઓબીસીમાટે નોન ક્રીમીલેયર દ્વારા અનામતનો લાભ લેવા માટેની વાર્ષિક આવક મર્યાદા છ લાખ રૂ હતી. તેમાં વધારો કરી આઠ લાખ રૂ. કરી હતી જેથી વધારે ઓબીસી પરિવારો અનામતનો લાભ લઈ શકયા હતા. જેના પરિણામે દેશના મોટાભાગના રાજયોમાં ભાજપને ભારે સફળતા મળી હતી ચાલુ વર્ષના અંતે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે તે પહેલા મોદી સરકારના ઓબીસી વધારે પરિવારો અનામતનો લાભ લઈ શકે તે માટે નોનક્રીમીલેયરની આવક મર્યાદા વધારીને વધુ એક માસ્ટર સ્ટ્રોક મારશે તેમ મનાય રહ્યું છે.

Loading...