Abtak Media Google News

ગુજરાતના બજેટમાં ફાટક મુક્ત ગુજરાતની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાત તરફ પ્રયાણ કરવા જાહેરાત કરી છે. જેની શરૂઆત શહેરોથી કરવામાં આવશે.

મુખ્યપ્રધાને જણાવ્યુ છે કે આગામી દિવસોમાં રાજ્યભરમાં જ્યાં ફાટક હોય ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનવવા સરકાર પહેલ કરશે, તેમજ તેને લઈ દિલ્લીમાં પણ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોથી ફાટક મુક્ત ગુજરાત માટે કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં શહરોમાંથી ફાટક આપણે દૂર કરવા માંગીએ છીએ શહરોમાં ઓવર બ્રીજ અને અન્ડર બ્રીજની સંખ્યા વધારવા માંગીએ છીએ. ફાટક મુક્ત ગુજરાતના શહેરો બને એટલા માટે બધાને સુચનાઓ આપવામાં આચી છે કે, કન્સલ્ટન્ટ નીમીને એસ્ટીમેટ બનાવી તેને રેલવેમાં સબમિટ કરીને મંજૂરી લેવામાં આવે. જેથી ધીમે ધીમે બધા ફાટકો દૂર કરીને ગુજરાત ફાટક મુક્ત ગુજરાત બને.

આ ઉપરાંત ગાંધીનગરમાં યોજાયેલા મહાનગરપાલિકાઓના ચેક વિતરણ કાર્યક્રમમાં રસ્તાઓના સમારકામ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે હું આ મંચ પરથી કહું છું કે, જેવું ચોમાસુ પતવા આવશે એટલે આખા ગુજરાતમાં ભારે વરસાદના કારણે જે રસ્તાઓને નુકશાન થયું છે, તે રાજ્ય સરકાર અને તમામ કોર્પોરેશન સાથે મળીને રસ્તાની મરમ્મતનું કામ કરીશું અને દિવાળી સુધીમાં રસ્તાઓ ચકાચક થઇ જાય તે દિશામાં આપણે આગળ વધવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.