Abtak Media Google News

બે વર્ષોમાં ઈ-માર્કેટ બિઝનેશમાં ૧૦૫૫૦ કરોડનું વેંચાણ થયું

સરકારી ઈ-માર્કેટ હાર્ડવેરની જરૂરીયાત ઉપર ફોકસ કરી રહ્યું છે

ઈન્ડિયા ટેક કંપનીએ સરકાર સાથે ચર્ચા કરી હતી કે, સરકારઈ-માર્કેટ પ્લેસ ઉપર પોતાની સેવા શરૂ કરે જેથી કેન્દ્રીય અને રાજય વિભાગ પણ ઈ-માર્કેટ પર ખરીદી કરી શકે અને શેરબજાર લીસ્ટીંગ સરળ બને.

સ્ટાર્ટઅપને બુસ્ટર ડોઝ આપવા સરકારે ઈ-કોમર્સ પર ધ્યાન કેન્દ્રીત કરવાના સુચનને લીલીઝંડી આપી છે. ઈન્ડિયાટેકને સીઈઓ રમેશ કૈલાસમે જણાવ્યું હતું કે,આમ કરવાથી માર્કેટને નવી તકો મળશે અને તે જ સમયે સરકારને પણ અન્ય સ્ટાર્ટઅપોથી પ્રાઈઝીંગ એડવાન્ટેજ મળી રહેશે.

સ્ટાર્ટઅપ માટે હાલ હોટલ બુકિંગ, ફલાઈટ બુકિંગ અને કેબ જેવી સુવિધાઓને વધારી શકાય છે. સરકારી ઈ-માર્કેટ અત્યારે દેશની હાર્ડવેરની આવશ્યકતા ઉપર ટાર્ગેટકરી રહ્યું છે. સ્ટાર્ટઅપ લોબી ઈન્ડિયા ટેક માને છે કે, ઈ-માર્કેટને કેબ હોટેલ જેવી સુવિધાઓમાટે કાર્યરત કરવા ભારતને નવુ માર્કેટ મળી રહેશે.

હાલમાં ઈ-કોમર્સ પર એર ટિકિટબુકિંગ, ટ્રીપ માટેનીસુવિધા તેમજ હોટેલ બુકિંગમાં સરકારને કોઈ ફાયદો થતો નથી પરંતુ ભારતમાં સ્ટાર્ટઅપનેબુસ્ટર ડોઝ આપવાથી સરકારને પણ પ્રાઈઝીંગ ઓફરમાં ફાયદો થશે. કાલીસમે કહ્યું હતું કે, ઈ-માર્કેટીંગ સ્ટાર્ટઅપ જેવા નિર્ણયોમાટે સેબી પણ વિચારો રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.