Abtak Media Google News

એકઝીમ કાર્ગો પરનો ચાર્જ આગામી ૧૪ એપ્રિલ સુધી નહીં વસુલાય

બંદરો પરની ઠપ્પ થયેલી કામગીરી લોકડાઉન બાદ સરળ બનાવવા સરકાર પ્રયત્નશીલ

દેશની આર્થિક સ્થિતિ મજબુત ત્યારે જ બની શકે જયારે દેશમાં નિકાસનું પ્રમાણ ખુબ જ વધુ હોય. અનેકવિધ રીતે નિકાસનાં રસ્તાઓ સરકાર દ્વારા ખુલ્લા રાખવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ જયારે દરિયાઈ પરિવહનની વાત કરવામાં આવે તો તે અન્યની સરખામણીમાં અત્યંત ઉપયોગી અને લાભદાયી નિવડે છે. હાલ લોકડાઉન પીરીયડમાં આયાત-નિકાસની કામગીરી સહેજ પણ શકય બની શકતી નથી જેને લઈ બંદરો ઉપર ક્ધટેનરો ખાલીખમ્મ પડેલા છે જેના પર ડિટેન્શન ચાર્જ પણ લગાવવામાં આવતો હોય છે. ડિટેન્શન એટલે અટકાયતી ચાર્જને આગામી ૧૪ એપ્રિલ સુધી ન લગાવવા માટે સરકારે તાકિદ કરી છે. શીપીંગ મિનીસ્ટરનાં જણાવ્યા મુજબ સ્થાનિક દરિયાઈ પોર્ટ ઉપર સપ્લાયની ચેઈન યથાયોગ્ય બને તે માટે સરકાર દ્વારા ઈમ્પોર્ટ એકસપોર્ટમાં વાપરવામાં આવતા ક્ધટેનર ઉપર ડિટેન્શન ચાર્જ ન લગાવવાની તાકિદ કરી છે. જયારે વધુમાં શીપીંગ લાઈનને એમ પણ જણાવવામાં આવ્યું છે કે, કોઈ અન્ય પ્રકારનાં વધુ ચાર્જ પણ લગાવવામાં ન આવે.

સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય માત્રને માત્ર કોરોના વાયરસનાં પગલે બંધ થયેલું ઈમ્પોર્ટ એકસપોર્ટ માટેનું હોય તેમ લાગી રહ્યું છે. હાલ આ અંગેની માહિતી ડાયરેકટરેટ જનરલ ઓફ શીપીંગ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોરોના વાયરસનાં પગલે જે દરેક ક્ષેત્રને આપતીનાં સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે આ તમામ ક્ષેત્ર માટે સરકાર અનેકવિધ રીતે વિકાસલક્ષી નિર્ણયો પણ લઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે અને દેશની આર્થિક સ્થિતિને કેવી રીતે મજબુત બનાવી શકાય તે દિશામાં પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સમગ્ર ભારતમાં શીપીંગ મંત્રાલય દ્વારા તાકિદ કરવામાં આવી છે કે, દેશનાં તમામ પોર્ટ ઉપર જે પણ ઈમ્પોર્ટ એકસપોર્ટનાં કાર્ગોનું પરિવહન થતું હોય તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા ડયુટી નહીં વસુલાય.

કોરોનાનાં કારણે જે યાતાયાતો બંધ થઈ ગયા છે જેને ધ્યાનમાં લઈ વહેલાસર બ્લોક પડેલા ગુડઝનું પરીવહન કરવા માટે તાકિદ પણ કરવામાં આવી છે અને બંદરોમાં કાર્યવાહી સરળ બને તે દિશામાં પણ હાલ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. લોકડાઉનનાં પગલે ઘણાખરા કાર્ગો માલિકો તેમના યાતાયાત માટે જે ઓપરેશન કરવામાં આવતું હોય છે તેમાં તેઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોરોનાનાં પગલે જે રીતે યાતાયાતો અને ઉધોગો ઠપ્પ થઈ ગયા છે જેનાથી તેઓ ક્ધટેનર માટેનાં પેપર વર્ક પણ નથી કરી શકતા જેનાં કારણે તેમનાં પર ડિટેન્શન ચાર્જ લગાવવામાં આવે છે ભલે પછી કોઈ કાર્ગો માલિકોનો વાંક ન હોય. આ પરિસ્થિતિને ધ્યાને લઈ શીપીંગ મિનિસ્ટર મનસુખ માંડવીયાએ આગામી ૧૪ એપ્રિલ સુધી ક્ધટેનર પરનો ડિટેન્શન ચાર્જ ન વસુલવાનું જણાવ્યું છે.

આયાત અને નિકાસ માટે દરિયાઈ પરિવહન અન્ય કરતા અત્યંત લાભદાયી

માલ પરીવહન માટે રોડ, રેલવે, હવાઈ અને દરિયાઈ માર્ગ જાણીતા છે પરંતુ આ તમામને પાછળ છોડે અને અત્યંત લાભદાયી સરકાર માટે સાબિત થાય તો તે દરિયાઈ પરીવહન માનવામાં આવે છે. દરિયાઈ પરીવહનથી જે કોસ્ટ સરકારને લાગતી હોય તેમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળે છે. સાથોસાથ દરિયાઈ પરિવહનમાં ઈન્સ્યોરન્સ પણ ખુબ જ વધુ મળવાપાત્ર હોય છે. દરિયાઈ પરીવહનની જયારે વાત કરવામાં આવે તો એક સાથે અનેકવિધ પ્રકારનાં માલ-સામાનોનું પરીવહન ખુબ જ સરળતાથી કરી શકાય છે.

હાલ સરકાર દ્વારા દરિયાઈ પરિવહનને વધુ મજબુત બનાવવા માટે અનેકવિધ પ્રકારે વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેનો લાભ આવનારા સમયમાં આયાત નિકાસ કરતા ઉધોગકારોને મળવાપાત્ર રહેશે. દરિયાઈ પરિવહનને પ્રોત્સાહન મળી રહે તે માટે વડાપ્રધાન મોદી દ્વારા સાગરમાલા યોજના પણ અમલી બનાવવામાં આવી છે જેથી પોર્ટ બેઈઝ ઈન્ડસ્ટ્રીઝ તથા દરિયાકાંઠાનો પૂર્ણત: વિકાસ કરી શકાય. નવલખી અને પોરબંદર પોર્ટને કોસ્ટલ બર્થ બનાવવા માટે પણ સરકાર દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે તેનાથી વિકાસનો એક નવો જ રસ્તો ખુલશે.

કલ્સટર ડેવલોપમેન્ટ થકી સરકાર પોર્ટનો વિકાસ કરવા સજજ

દેશમાં આયાત નિકાસ માટેેનું જે સર્વશ્રેષ્ઠ પરીવહન હોય તો તે દરિયાઈ પરિવહન માનવામાં આવે છે અને ખરાઅર્થમાં તે હકિકત પણ છે. ગુજરાત રાજયની જયારે વાત કરવામાં આવે તો અનેકવિધ પોર્ટ ધમધમી રહ્યા છે જયારે બાકી પોર્ટ મંદ હોવાનાં કારણે તેમનો ઉપયોગ થઈ શકતો નથી જેથી શીપીંગ મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયાએ ગુજરાત રાજયનાં બંદરોની ચિંતા કરી બંદરો માટે કલ્સટર ડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લીધેલ છે જેનાથી રાજયમાં આવેલા બંદરો તેના કાર્યથી જ ઓળખાતા થશે. ઉદાહરણ સ્વરૂપે નવલખી બંદર સિરામિકની ચીજવસ્તુઓ માટે આયાત નિકાસ માટે અત્યંત જાણીતું છે જેથી આવનારા સમયમાં નવલખી બંદર એટલે કે સિરામિક માટેનું આયાત-નિકાસનું સ્થાન માનવામાં આવે તે માટેનું કલ્સટર ડેવલોપમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવશે.

જયારે બીજી તરફ જોડિયા બંદર એક સમયનું બારમાસી બંદર હતું કે જેમાં ડ્રેજીંગ કરવાની જરૂરીયાત સહેજ પણ પડતી ન હતી જયારે અન્ય બંદરો ઉપર નિયમિત સમય અંતરાળે ડ્રેજીંગ કરવું આવશ્યક બનતું હોય છે. રાજકોટ અને જામનગરને સૌથી નજીક જોડિયા બંદર હોવાથી જો તેને વિકસિત કરવામાં આવે તો ખરાઅર્થમાં રાજકોટ ઈન્ડસ્ટ્રીઝ અને જામનગર ઈન્ડસ્ટ્રીઝ માટે જોડિયા બંદર આશીર્વાદરૂપ સાબિત થશે. શીપીંગ મિનિસ્ટર મનસુખ માંડવીયાનું કહેવું છે કે, તેઓ ગુજરાતનાં દરેક બંદરો ઉપર કલસ્ટર બનાવશે જેથી દરેક પોર્ટની એક આગવી ઓળખ ઉભી થાય. જોડિયા બંદર પર લેન્ડ અવેબીલીટીની સાથો સાથ લેબર પણ અત્યંત સસ્તુ મળે છે જેથી મંદ પડેલા પોર્ટનો જો વિકાસ કરવામાં આવે તો તે અત્યંત ફાયદારૂપ નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.