Abtak Media Google News

પ્રાઈવસીના અધિકારોની વાત નિકળે ત્યારે વડિલો હંમેશા ઈમરજન્સીના સમયગાળાને અનિચ્છાએ યાદ કરતા હોય છે. દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીના સમયમાં નાગરિકોની પ્રાઈવસી ઉપર તરાપ મારી પ્રાઈવસીના અધિકારોનો મુળભુત મતલબ સમજાવી દીધો હતો ! અલબત ત્યારબાદની ચૂંટણીઓમાં લોકરોષનું ભોગ બનવું પડયું હતુ.

હાલ એનડીએ સરકાર પણ ઈન્દિરા સરકારના રસ્તે ચાલી રહી છે. લોકોની ઈચ્છા બહાર તેમની પ્રાઈવસીના હકકનું હનન કરવામા સરકારે પાછી પાની કરી નથી. સરકારની ‘આધાર’ સહિતની યોજનાનો અનેક વખત વિરોધ થઈ ચૂકયો છે. અને આ મામલો છેક સુપ્રિમ સુધી પહોચી ગયો છે. પ્રાઈવસીના અધિકાર છીનવવાના પ્રયાસના માઠા પરિણામો સરકારને ભોગવવા પ ડે તેવી શકયતા છે.

ગઈકાલે વડી અદાલતે પ્રાઈવસીએ કોઈ અબાધિક તે મૌલિક અધિકાર નહોવાનો મત વ્યકત કર્યો હતો. અને પ્રાઈવસીનો હકક રાજયને પોતાના નાગરિકો પર યોગ્ય નિયંત્રણો લાદતો કાયદો ઘડતા રોકી ન શકે તેવું પણ ઉમેર્યું હતુ, કોર્ટે કહ્યુંં હતુ કે, પ્રાઈવસીને અબાધીત અધિકારના ‚પમા માન્યતા આપતા પહેલા તે શબ્દની વ્યાખ્યા સમજવી પડે. પરંતુ તે અસંભવ જેવી બાબત છે. કારણ કે બંધારણમાં ઉલ્લેખ કરેલા તમામ મૌલિક અધિકારમાં વ્યાપ રહેલો છે.

આધાર કાયદો નાગરિકોને ફરજીયાત પણે તેમના બાયોમેટ્રીકસ આપવા ફરજ પાડે છે. અને તે ગેરબંધારણીય છે. તેવી રજૂઆત બાદ સુપ્રિમમાં આ મુદે સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરના નેતૃત્વ હેઠળની નવા ન્યાયમૂર્તિઓની બનેલી ખંડપીઠે પ્રાઈવસીને બંધારણીય અધિકાર છે કે નહી તે મુદે થયેલા રેફરન્સની સુનાવણી હાથ ધરતા અનેક મહત્વની ટીપ્પણી કરી હતી. પ્રાઈવસી શબ્દની વ્યાખ્યા કઈ રીતે માંડવી? તેના વિશે કોઈ ચોકકસ વ્યાખ્યા ખરી? વ્યકિતની પ્રાઈવસી સુરક્ષા કરવાની રાજયની જવાબદારી કઈ? તેવા પ્રશ્ર્ન કર્યા હતા. પ્રાઈવસીના અધિકારને સુવ્યાખ્યાયિત કરવા જતા લાભ કરતા નુકશાન થવાની સંભાવના હોવાનું વડી અદાલતે કહ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.