Abtak Media Google News

દૂધની દાઝેલી સરકાર છાશ પણ ફૂંકીને પીવે છે!!

પાક વીમાની ડેટા એન્ટ્રી માટે પોર્ટલ ખુલ્યુ જ નથી: સરકારનો વીમા કંપનીઓને ફાયદો કરાવવાનો ઇરાદો?: કિંસાન સંઘનો સવાલ

ગુજરાત કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રી તા રાજયના કૃષિ મંત્રીને ૨૦૨૦-૨૧ ના પાક વીમા અંગે સ્પષ્ટતા કરવાની માંગ સો રજુઆત કરી છે.

ગુજરાત કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માં ગત તા.૮-૯-૧૦ જુનમાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કરી નાખેલુ તા પાક વીમાનું નવાજુનું પણ માર્ચ ી જુલાઈમાં કરી દેવામાં આવેલું છે. ખેડૂતો પાસેી ઉઘરાવેલા કરોડો રૃપિયા બેંકો પાસે જમા પડયા છે પરંતુ સરકાર જાણે કુંભકર્ણની નિંદ્વામાં હોય તેમ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા ઈ ની. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં સ્પષ્ટ રીતે માર્ચ માસમાં ઋતુઓને લગતી કાર્યપદ્ધતિ અંગે જાહેરનામું બહાર પાડયું તે કોઈને ખબર જ ની ! જાહેરનામું બહાર પાડીને એક સપ્તાહમાં પોર્ટલ પરી ડેટા એન્ટ્રી જાહેર કરવી ફરજિયાત છે પણ હજુ આ પોર્ટલ જ ખુલું ની મુકાયું !! કયા જિલ્લામાં કઈ પાક વીમા કંપની છે તે પણ જાહેર ની યું. પાક વીમા અંગે ઋતુની શરૂઆતમાં જાહેરનામાઓ બોર્ડ, પોસ્ટર, હોર્ડિંગ્સ બેનર પ્રચાર કરવાનો હોય પણ અડધી ખરીફ ઋતુ વહી ગઈ હજુ કંઈ કર્યું ની !! કયા તાલુકામાં કયા મુખ્ય પાક, કયું ગામ એકમ છે કયું તાલુકા એકમ છે કયો ગૌણ પાક તેની પણ સ્પષ્ટતા ઈ ની. જયાં મગફળી, કપાસ, દીવેલા વિ. ને ૩૦-૪૦ દિવસ ઈ ગયા છે તા પાકને ભારે વરસાદી નુકસાન પણ યું છે પણ અરજી કયાં કરવી તે પણ કોઈને જણાવાયું ની. ગામમાં પાકને વરસાદી નુકસાન ાય તો ગામની સંયુકત સમિતિ નીમિને ૧૫ દિવસમાં અહેવાલ તા ૩૦ દિવસમાં ઓન લાઈન અરજી કરવી તે પણ જણાવ્યું ની. !! વીમા કંપનીઓની કચેરીઓ તાલુકા કક્ષાએ ખોલવામાં ની આવી, જયાં વાવણી ઈ ની ત્યાં પહેલાની વાવણીના નુકસાનના ખેડૂતો હકદાર છે તેમને કલેઈમ હજુ અપાયા ની.

પાક વીમા માટે રેંડમ પ્લોટ પસંદગીનો સમય ઈ ગયો છે પણ હજુ સીલેકટ યા ની પાકની વૃદ્ધિના આંકડા એપ પર અપલોડ કરવાના છે હજુ યા ની !! રાજય સરકારે નવાજુના પ્રિમિયમ માટે છેલ્લી તારીખ ઓગષ્ટ ૨૦૨૦ કરી છે પણ બેંકો ૩૧-૭ પછી પ્રિમિયમની ના કહે છે.  આમ સરકાર ઈરાદાપૂર્વક મોડું કરીને ખાનગી વીમા કંપનીઓને ફાયદો થાય તેવું કૃત્ય કરી રહી હોય તાકીદે રાજય સરકાર સ્પષ્ટતા કરે તેવી ગુજરાત કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.