Abtak Media Google News

દેશમાં સ્વાસ્થ્ય બાબતની સજાગતા વધી હોવાના પગલે નજીકના ભવિષ્યમાં અમલી બનશે

તમારે આર્ગેનિક ચોખ્ખા, કઠોળ અને અન્ય વસ્તુઓને વેંચતા પહેલા સરકારની મહોર લેવી જરુરી બનશે. માત્ર ગ્રીન લેબલ નહીં ચાલે આ પ્રકારના ઓગેનિક ફુડને બજારમાં મોકલતા પહેલા અધિકારિક સ્વીકૃતિ મેળવવી પડશે. તેમજ આ પ્રકારના ફુડ વેચાણ માટે વપરાતા પદાર્થોની સંપૂર્ણ માહીતી દર્શાવવી પડશે.

આ અંગેનો એક ડ્રાફટ ફુડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશ ભરમાં અમલી બને તેવી શકયતા છે.

આ વખતે ફુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા પ્રથમ વખત ફુટ કેટેગરીને કાયદા હેઠળ આવરી લેવા માટે શરુઆત કરવામાં આવી છે. જેમા હજુ નજીકના ભવિષ્યમાં ઉમેરોથાય તેવી સંભાળવના છે.

જે સ્વાસ્થ્ય બાબતે ભારતીયો ની સજાગતામાં વધારો થયા હોવાનું સુચવે છે. આ પ્રકારના એક રીસર્ચ નોન ગર્વમેન્ટ બોડી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જે મુજબ વર્તમાન બજારમાં ઓર્ગેનીક ફુડમાં ૫૦૦ મીલીયન ડોલરનો વકરો થયો છે. ઓર્ગેનિક ઉત્૫ાદનોના વેંચાણમાં કેમીકલ રહીતની ખેત પેદાશો અથવા ઓર્ગેનિક રીતે વપરાતા રો-મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે.

રો કોમોડિટીઝમાં ફુટ, વેજીટેબલ અને અન્ય અનાજો ને ડાયરેકટ ખેડુતો પાસેથી લઇ અમુક પ્રક્રિયા દ્વારા વેચાણ કરવામાં આવતું હતું. જેને કોઇ સર્ટીફીકેટની જરુર ન હતી તેના સ્થાને હવે લોકોને ઓર્ગેનિક ફુડમાં પણ સારી ગુણવતા વાળો માલ મળી રહે તે માટે સરકાર દ્વારા તેના વેંચાણ માટે ખાસ કાયદેસરતા આપવાનો નિર્ણય કર્યો છે. જે નજીકમાં ફાઇનલ થઇ જશે એવું મંત્ર ઓર્ગેનિક દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.