Abtak Media Google News

રાજયની ૫૭,૦૦૦ સરકારી શાળાઓમાં નવા કલાસરુમ, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી અને છોકરીઓ માટે અલગ વોશરુમ ઉભા કરાયા: મુખ્યમંત્રી વિજય રૂપાણી

મોદી સરકારના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ફરી એક વખત રુપાણી સરકાર રચાઇ છે નવા વર્ષના પ્રથમ દિને કચ્છ જીલ્લાના માંડવી તાલુકાની મુલાકા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી શાળાઓને અત્યાધુનિક બનાવવાનો કોલ આપ્યો હતો.માંડવીમાં પીયાવા ગામે ક્ધયા વિઘામંદીરનું ઉદધાટન કરી મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંબોધનમાં કહ્યું હતું કે, રાજયમાં ૫૭,૦૦૦ સરકારી શાળાઓમાં નવા કલાસ રૂમ, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી અને ખાસ છોકરીઓ માટે અલગ બાથરુમની વ્યવસ્થા ઉભી કરાઇ છે. અને આ માટે રાજય સરકાર કામ કરી રહી છે. જણાવી દઇએ કે, પીયાવામાં ભુજ સ્વામીનારાયણ મંદીર દ્વારા ‚રૂ ૧૮ કરોડના ખર્ચે ૯ એકરની જગ્યામાં અને ૧૨૦૦ વિઘાર્થીનીઓ માટે એક શાળાનું નિર્માણ કરાયું છે. જેના ઉદધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી.આજના સમયે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને દરેક ક્ષેત્રે આગળ વધે તે દેશના વિકાસ માટેનું એક સોપાન છે.

ત્યારે આ તફર ખાસ ઘ્યાન દોરી રૂપાણી સરકાર મહત્વકાંક્ષી કાર્યો કરી રહીછે. જેના ભાગરુપે ૫૭,૦૦૦ સરકારી શાળાઓમાં આધુનીક સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે, રાજયની ૨૫૦ પ્રાથમીક શાળાઓમાં ડીજીટલ વર્ચુઅલ કલાસરુપ બનાવાય છે.

ગુજરાત રાજયની તમામ સરકારી પ્રાથમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં અત્યાધુનિક સેવાઓ ઉભી કરાશે જેથી ડીજીટલ પઘ્ધતિ આવવાથી શિક્ષણનું સ્તર ઉંચુ આવશે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિકરીઓ માટે શરુ કરેલી શિક્ષણ ઝુબેશને આગળ ધપાવવા સરકારી કટીબંધ છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.