Abtak Media Google News

માત્ર ૩૬ રૂપિયાની વાર્ષિક ફીમાં સ્કૂલબેગ, પુસ્તકો, સ્કુલ ડ્રેસ અને સ્માર્ટ‚મની સુવિધા: કોમ્પ્યુટર શિક્ષણ તદન ફ્રી

રાજકોટની ઐતિહાસિક સરકારી કરણસિંહજી હાઈસ્કૂલ સાચા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે. માધ્યમિક વિભાગ ધોરણ ૯ થી ૧૦ તેમજ ઉ.મા.વિભાગ ધોરણ ૧૧ થી ૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ વિભાગ ધરાવતી કરણસિંહજી હાઈસ્કુલ સરકારી શાળાઓમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી અને વિદ્યાર્થીઓની માત્ર ૩૬ રૂપિયા વાર્ષિક ફી, પહેલ યોજનાથી એસ.એમ.ડી.સી. ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્કુલબેગ, સ્કુલ યુનિફોર્મ, કોમ્પ્યુટર શિક્ષણ તદન મફત આપવામાં આવે છે.

તેમજ સરકાર તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે. એટલુ જ નહીં પણ કરણસિંહજી શાળામાં અતિ આધુનિક વાઈ-ફાઈ સ્માર્ટ ‚રૂમ દરેક રૂમમાં સ્માર્ટ બોર્ડ અને સીસીટીવી સજ્જ શાળા બનાવવામાં આવી છે. આ આધુનિક બિલ્ડીંગમાં અદ્યતન લેબોરેટરી વિશાળ પ્રાર્થનાખંડ, જીમના સાધનો, રમત-ગમતના સાધનો સુસજજ સ્પોર્ટસ‚રૂમ અને વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે.

આ સરકારી શાળામાં એન.સી.સી, એન.એસ.એસ., સ્કાઉટ, ઈકો કલબની પ્રવૃતિનાં જ્ઞાન સાથે ૪૨ પ્રકારની ઔષધિ સાથેનો બગીચો વિદ્યાર્થીઓને ઉતમ વાતાવરણ પુરુ પાડે છે. રાજકોટ જિલ્લામાં એક માત્ર રોજગારીની માહિતી આપવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નોલેજ કોર્નર અને કેરિયર કોર્નરનો લાભ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળે છે.

આ શાળામાં આજની સેલ્ફ ફાઈનાન્સ શાળા કરતા પણ વધારે સારું બોર્ડનું પરીણામ આવે છે અને તે પણ માત્ર ૩૬ રૂપિયા વાર્ષિક ફીમાં ઉપલબ્ધ છે. ત્યારે વાલીઓનાં પણ લાખો રૂપિયા ખંખેરતી શિક્ષણનાં હાટડા બાંધીને બેઠેલી સંસ્થાઓમાંથી મુકિત મેળવવા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે.

સાથો સાથ શાળાનો સમગ્ર સ્ટાફ વીસ વર્ષથી વધુ વર્ષનાં અનુભવી પૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા આધુનિક ટેકનોલોજી તેમજ વાઈફાઈ રૂમ પ્રોજેકટર સાથે બાઈસેગ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આર્ટસ, કોમર્સ, સાયન્સ કોઈપણ વિભાગમાં પ્રવેશ મેળવવાની ઉતમ તક આ શાળા દ્વારા આપવામાં આવે છે. વાલીઓના લાખો રૂપિયા ખંખેરતી સેલ્ફ ફાઈનાન્સ શાળા માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ વાલીઓએ જાગૃત બનીને સારું શિક્ષણ માત્ર પૈસા આપવાથી મળે છે તે ખ્યાલમાંથી બહાર આવી. આવુ ઉંચુ પરીણામ તેમજ બાળકોનાં સર્વાંગી વિકાસ કરાવતી અને શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળામાં પ્રવેશ મેળવવો એ આજના જમાનાની માંગ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.