દેવભૂમિ દ્વારકાના ૨૦ કિમી ગ્રામ્ય માર્ગના રૂ.૩૦૦ લાખના કામો મંજુર કરતી સરકાર

28
POONAM MADAM
POONAM MADAM

સાંસદ પૂનમબેન માડમની સફળ રજુઆત: કલ્યાણપુરના ત્રણ, ખંભાળીયાના બે અને ભાણવડના એક કામ માટે જોબ નંબર ફાળવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંના અમુક માર્ગો જર્જરીત હાલતમાં હોવા અંગેની જાણ સાંસદ પૂનમબેન માડમને થતાં ગ્રામજનોની માંગણી પ્રત્યે ગંભીરતા દાખવી પુનમબેને માર્ગ-મકાન વિભાગ દ્વારા લોકોની સુવિધા માટે ખાસ મરામ યોજના હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં ત્રણ, ખંભાળીયા તાલુકામાં બે તથા ભાણવડ તાલુકાના એક કામ માટે જોબ નંબર ફાળવી વીસ કિલોમીટરના રૂપિયા ૩૦૦ લાખના રોડના કામો સરકારમાંથી મંજુર કરાવવામાં આવ્યા હતા.ગ્રામજનો દ્વારા પૂનમબેનની જહેમતથી મંજુર થયેલ રોડના કામો અંગે સાંસદ પુનમબેન માડમનો આભાર વ્યકત કર્યો હતો.

 

Loading...