Abtak Media Google News

ઓટોમોટીવ કંપનીએ બેચરાજી પાસે રૂ. ૪,૯૩૦ કરોડના ખર્ચે પ્લાન્ટ નાખવા રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યા: એક હજાર લોકોને રોજગારી મળશે

સતત વિકસતા દેશમાં વાહનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉભી થતી પ્રદુષણની સમસ્યા પણ દિવસે-દિવસે વિકરાળ બનતી જાય છે. જેની કેન્દ્રની મોદી સરકારે પ્રદુષણની સમસ્યાના નિરાકરણ માટે ૨૦૩૦ સુધીમાં દેશમાં ફરતા તમામ વાહનોને ઈ-વ્હીકલમાં ફેરવવા કમર કસી છે. આગામી સમયની માંગને ધ્યાનમાં રાખીને ઓટો મોબાઈલના હબ ગણાતા ગુજરાતમાં અનેક વિદેશી કંપનીઓએ લિયિમ બેટરીના પ્લાન્ટ નાખવા તૈયારી દર્શાવી છે. આવી એક જાપાની બેટરી કંપની ઓટોમોટીવે બેચરાજી પાસે લિયિમ બેટરી બનાવવાનો પ્લાન્ટ નાખવા રાજ્ય સરકાર સાથે ગઈકાલે એમઓયુ કર્યા છે. રૂ.૪૩૯૦ કરોડના ખર્ચ લિથિયમ બેટરી પ્લાન્ટ સ્થાપવા માટે જાપાનની કંપની ઓમોટિવ ઇલેક્ટ્રોનિક્સ પાવર પ્રાઇવેટ લિમિટેડ (એઇપીપીએલ) સાથે ગુજરાત સરકારે એમઓયુ પર સહી છે. એઇપીપીએલના એમડી ઇચિઝો ઓયામા અને રાજ્યના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ એમ કે કે દાસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિત માં એમઓયુ પર સહી કરી હતી. મહેસાણા જિલ્લાના બેચરાજી પાસે સૂચિત પ્લાન્ટ સપવામાં આવશે. એઇપીપીએલ મોટર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી કોર્પોરેશન, તોશીબા અને ડેન્સો વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

આ કંપનીએ સરકારને માહિતી આપી હતી કે સૂચિત પ્લાન્ટ ૨૦૨૦ સુધીમાં કાર્યરત થઈ જશે અને આશરે ૧૦૦૦ લોકોને રોજગારી મળે તેવી અપેક્ષા છે. એઇપીપીએલ બે તબક્કામાં રોકાણ કરશે. પ્રથમ તબક્કામાં લિથિયમ બેટરી પેક અને મોડ્યુલો માટે ઉત્પાદન સુવિધાઓનું નિર્માણ વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં ૧,૨૫૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે બનાવવામાં આવશે. જ્યારે એઇપીપીએલ બીજા તબક્કામાં વિતરણ માટે રૂ . ૩,૭૧૫ કરોડનું રોકાણ કરશે અને ૨૦૨૫ સુધીમાં દર વર્ષે ૩૦ મિલિયન યુનિટનું ઉત્પાદન કરશે. મુખ્યમંત્રી રૂપાણી સાથેની વાતચીતમાં ઓયામાએ જણાવ્યું હતું કે, લાંબા ગાળે કંપની ભાવિ છ બેટરી પ્લાન્ટસ અને ૨૦૩૦ સુધીમાં બે ઇલેક્ટ્રોડ પ્લાન્ટસમાં ૫૩ હજાર કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.