Abtak Media Google News

આઈટી ક્ષેત્રે બિઝનેસનું વિસ્તરણ કરવા માટે એકથી વધુ બેંકમાં લોનની અરજી કરી શકાશે

આઈટી ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસનો રથ દોડતો થયો છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને કોમર્સ ક્ષેત્ર છોડીને આઈટી તરફનું આકર્ષણ દર્શાવી રહ્યાં છે જેને લઈ સરકારે આઈટી સેકટરોને બુસ્ટર ડોઝ આપવા માટે આઈટી અને આઈટીઈએસ પોલીસીમાં મહત્વના ફેરફારો કર્યા છે.

ગત ત્રણ વર્ષોમાં આઈટી ક્ષેત્રે ૩૭૦૦ લોકોને રોજગારીની તકો પ્રદાન કરી છે. ત્યારે આ પોલીસી દ્વારા વર્તમાન સમયમાં રહેલા આઈટી બિઝનેશને વધુ ફાયદો થશે. પોલીસી અંતર્ગત સ્થાપિત કરેલા વેપારને જો સરકારી લાભનો ફાયદો જોઈતો હોય તો તેમણે ૫૦ ટકા જેટલું વધારાનું રોકાણ અને ૬૦ ટકા સુધીનું એડિશનલ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં કરવાનું રહેશે. તેથી બિઝનેસ સાથે જોડાયેલા અન્ય લોકો માટે વેપારની તકો ઉજ્જવળ થશે તો હાલ સ્થાપિત આઈટી સેકટરોને પણ તેના લાભ મળતા રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા મહત્વના મિશનો શ‚ કર્યા છે ત્યારે આઈટી સેકટર માટે વેપાર સ્થાપવા ૧ થી વધુ બેંકોમાં ઉદ્યોગ સાહસીકો લોનની અરજી કરી શકશે. જો કે, આ લાભ ઈન્ટ્રસ્ટ સબસીડી અંતર્ગત જ આપવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓને મળતા વળતરમાં ફાયદો મળી રહે તેના માટે પોલીસી જાહેર કરવામાં આવી છે.

જો આઈટી ક્ષેત્રનો બિઝનેશ આગળ વધારવો હોય તો તેના માટે સરકાર ત્રણ તકો આપશે. જો કોઈપણ પેઢીએ તેનો બિઝનેશ ૧ કરોડ સુધી વધારવાનો હશે તો એક્ષપાન્શન પ્રોજેકટ માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. તેવી જ રીતે ઈન્ટ્રસ્ટ સબસીડી અને તેના લાભો કંપનીને બેંક લોન માટે મળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.