Abtak Media Google News

સરકારની નિષ્ક્રિયતા સામે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કાલે એક બની અવાજ ઉઠાવાશે

પર્યટન એ કોઈપણ રાષ્ટ્રનો ચહેરો છે. જો સેવાઓ ખરાબ રીતે આપવામાં આવે, તો તે વૈશ્વિક સમુદાય સમક્ષ દેશના ચહેરાને કલંકિત કરશે. અને ભારત તેની સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્ય માટે જાણીતો છે, કારણ કે આતિથ્ય આપનારાનું ઊંચું સ્થાન છે. જોકે, કમનસીબે, આપણી સરકાર છેલ્લા ૧૦ પડકારજનક મહિના દરમિયાન દેશના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા ૫.૫ કરોડ લોકોની સંભાળ લેવાનું ભૂલી ગઈ છે.

ઘણા તૂટવાની તૈયારીમાં છે. ઘણાએ પ્રવાસન ક્ષેત્ર છોડી દીધું છે. રાષ્ટ્રની પ્રગતિમાં સેવા આપતા આવા સમર્પિત નિસ્વાર્થ સમુદાયને નજરઅંદાજ કરી શાસક સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય તમામ ક્ષેત્રોમાં પુનજીર્વિત થાય છે, ત્યારે પર્યટન હજી પાછું પાટે ચડ્યું નથી. અને સરકારે રોજગારી કે વ્યવસાયિક નુકસાનની જવાબદારી લેવાની પણ તસ્દી લીધી નથી.

સરકારોની નિષ્ક્રિયતા પ્રત્યે વિરોધ દર્શાવવાનો આ સમય છે. ચાલો આપણે એક થઈએ અને આપણને આજીવિકા આપતા ઉદ્યોગ પ્રત્યેની અખંડિતતા બતાવીએ. ૫ મી ફેબ્રુઆરીએ પર્યટન ક્ષેત્રના સાથીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે.  શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થકી પોતાની ચિંતા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન થશે. આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનિટાઇઝર સહિતના તમામ કોવિડ પ્રોટોકોલ્સ જાળવવામાં આવશે. આ અભિયાનમાં જોડાઓ અને તેને ભવ્ય સફળતા બનાવો.

દેશભરમાં વિરોધ પ્રદર્શન થવાનું હોવાથી, દેશના જુદા જુદા સ્થળો પર અમારા સભ્યોને આ પગલાને સમર્થન આપવા માટે જે તે સ્થળની પ્રાદેશિક કલા સાથે સાંસ્કૃતિક બાબતોને પણ દર્શવતા સરઘસો યોજવા હાકલ કરવામાં આવી છે. અમારું સૂત્ર હશે “ટુરિઝમ લીવસ મેટર- સેવ ઇન્ડિયન ટૂરિઝમ”

અસ્તિત્વ ટકાવવા માટે આ માંગણીઓ કરી:

૧. પર્યટનમાં બે વર્ષ માટે ૠજઝમાંથી છુટકારો

૨. કોવિડ દરમિયાન નોકરી ગુમાવનારા પર્યટન કર્મચારીઓનું પુનર્વસન કરો

૩. તુરંત જ આંતરરાષ્ટ્રીય પર્યટન ખોલો અને પ્રવાસીઓ માટે રાજ્ય મુજબ નિયંત્રણો લાદો નહીં

૪. એક વર્ષ માટે ટેક્સીઓ અને પર્યટક વાહનોને રોડ ટેક્સમાંથી મુક્તિ આપો

૫. એક વર્ષ માટે હોટલને વીજબીલ ચૂકવવા અને બિલ્ડીંગ ટેક્સ ચૂકવવાથી મુક્તિ આપો

૬. પર્યટન ક્ષેત્રને ઉદ્યોગ દરજ્જો આપો

૭. બેંકો પર્યટન માટે વધારાની કાર્યકારી મૂડી વધારે તે સુનિશ્ચિત કરો

૮. મહેરબાની કરીને તરત જ ૨૦૧૯-૨૦ માટે SEIS લાભ છુટા કરો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.