Abtak Media Google News

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા યુઆઈડીએઆઈ દ્વારા એમ આધાર એપ ની નવી એપ લોન્ચ કરવામાં આવી છે અને તેને આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી છે. અને તેને કારણે યુઆઈડીએઆઈ દ્વારા લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ જેટલી પણ જૂની આધારકાર્ડ માટેની એપ્લિકેશન પોતાના ફોનમાં હોય તેને કાઢી અને આ નવી એપને ડાઉનલોડ કરી શકે છે.1 15

આ એપની અંદર તમારું આધાર કાર્ડ નંબર ડેમોગ્રાફિક ડેટા જેવા કે નામ જન્મતારીખ જેન્ડર એડ્રેસ અને ફોટોગ્રાફ રાખવામાં આવતા હોય છે. તમારા આધાર અંગે ડિટેલ ડાઉનલોડ કરવાની સુવિધાને વધારવા માટે સુરક્ષાએ નવી એપ લોન્ચ કરવામાં આવી છે. આ અંગે UIDAIએ ટ્વીટ કરીને પણ આ જાણકારી આપી છે.

3 11તમે સરળતાથી તમારા રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરની મદદથી UIDAIની આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકી છો. આ એપ iOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. આ એપમાં આધાર કાર્ડધારકનું રજીસ્ટર્ડ, નામ, બર્થ-ડે જેન્ડર, એન્ડ્રેસ અને ફોટોગ્રાફ અંગે ડેટા ઉપલબ્ધ રહેશે.

10 1સૌથી પહેલા નવી એપ્લીકેશન નો ઉપયોગ કરવા માટે તમારે તેની અંદર લોગીન થવું પડશે અને તમારા મોબાઈલ નંબર અને વેરિફાઇ કરાવવું પડશે. ત્યાર બાદ તમારે તમારા આધાર કાર્ડની સાથે રજિસ્ટર થવું પડશે અને ત્યારબાદ તેને પણ વેરીફાઈ કરાવવું પડશે. અને તેના માટે ટોચ પર આપવામાં આવેલ રજીસ્ટર યોર આધાર પર ક્લિક કરવાનું રહેશે.

6 4ત્યાર બાદ તમારે તેની અંદર તમારો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. ઓટીપી આવી જાય ત્યાર પછી તે નંબર ને તે એપ્લિકેશન ની અંદર નાખો. ત્યાર બાદ તમારું આધારકાર્ડ માટે એપ્લિકેશન ની સાથે જોડાઈ જશે. અને ત્યારબાદ તમારા આધાર કાર્ડની એક વેલીડ કોપી તમારી સાથે તમારા ફોનની અંદર હશે.

11 3UIDAIની આ એપની સૌથી ખાસ વાત એ છે કે, તમારે આધાર કાર્ડ લઈને ક્યાય ફરવું નહીં પડે. તમે આધાર આધારિત બધી સેવાઓ માટે એમ-આધારની મદદ લઈ શકો છો. આ એપ દ્વારા તમે બાયોમેટ્રિકને લોક અથવા અનલોક કરી શકો છો.

9 1ઘણી વખત એવું થાય છે કે આધાર માટે વન ટાઈમ પાસવર્ડ (OTP) તમારા મોબાઈલ નંબર પર નથી આવતો ત્યારે આવી સ્થિતિમાં તમે એપની ટાઈમ બેસ્ડOTPનો ઉપયોગ કરી શકો છો. તે માત્ર 30 સેંકડ માટે માન્ય હોય છે. આ એપ દ્વારા કોઈ પણ જાણકારી લીક નહીં થાય કેમ કે, તમે તમારી એપની મદદથી ક્યૂઆર કોડ દ્વારા માહિતી શેર કરો છો.

2 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.