Abtak Media Google News

સ્થગીત કરી છતા પોલિસના ‘ઉઘરાણા’ યથાવત!!!

નવા કાયદા મુજબ દંડ વસુલ ન કરવાની સરકારની જાહેરાતથી અજાણ પોલીસે હેલ્મેટ અને પીયુસીના દંડ વસુલી ચાલુ રાખતા ગોકીરો

ટ્રાફિક નિયમનને અસરકારક બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકોને મોટો દંડ ફટકારવા કાયદામાં કરેલા ધરખમ ફેરફાર બાદ ગુજરાતમાં નવા કાયદા મુજબ તા.૧૫મીથી અમલ શરૂ કરવામાં આવતા ઠેર ઠેર વિરોધ થયો હતો. સરકાર દ્વારા નવા કાયદા મુજબ તા.૧૫મી સુધી સ્થગિત કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની મહત્વની જાહેરાતથી પોલીસ સ્ટાફ અજાણ હોય તેમ નવા કાયદા મુજબ દંડ વસુલ કરવાનું ચાલુ રાખતા ગોકીરો થઇ ગયો હતો.

ટ્રાફિકના નવા કાયદા મુજબ તા.૧૫ સપ્ટેમ્બરથી રાજયમાં અમલ શરૂ કરવામાં આવતા વાહનના પીયુસી અને લાયસન્સ કઢાવવા લાંબી લાઇન લાગી હતી બીજી તરફ હેલ્મેટનો સ્ટોક પણ પુરતો ન હોવાથી વાહન ચાલકો કફોડી સ્થિતીમાં મુકાયા હતા.

ટ્રાફિકના નવા કાયદા મુજબ દંડ ઘણો વધુ હોવાથી ઠેર ઠેર વિરોધ પણ થયો હતો. વાહન ચાલકોને પીયુસી અને લાયસન્સ કઢાવવાનો પુરો સમય મળી રહે અને હેલ્મેટનો સ્ટોક ઉપલબ્ધ થઇ શકે તે માટે ટ્રાફિકનો નવો કાયદો તા.૧૫ ઓકટોમ્બર સુધી મોકુફ રાખવાની રાજયના પરિવહન પ્રધાન બપોરે જાહેરાત કરી દીધી હતી. પરિવહન પ્રધાન દ્વારા નવો કાયદાનો અમલ મોકુફ રાખવાની થયેલી જાહેરાતથી પોલીસ સ્ટાફ અજાણ હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકો પાસેથી પીયુસી, હેલ્મેટ અને લાયસન્સ અંગે ચેકીંગ ચાલુ રાખી દંડ વસુલ કર્યો હતો. કેટલાક વાહન ચાલકો ટ્રાફિકનો નવા કાયદા મુજબ દંડ વસુલ કરવાનું સ્થગિત કર્યાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા પોતાને કોઇ સતાવાર રીતે જાણ કરવામાં આવી ન હોવાથી પોલીસ ટ્રાફિકના નવા કાયદા મુજબ દંડ વસુલ કરવાનું ચાલુ રાખ્યાનું જણાવવામાં આવ્યું હતું. અમદાવાદ ટ્રાફિકના પી.એસ.આઇ.ને ૩૦ મેમા વાહન ચાલકોને ન આપી નબળી કામગીરી કરતા તેને ટાર્ગેટ કેમ પુરો ન કરાયો તે અંગેની કારણ દર્શક નોટિસ ફટકારી રૂથા.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાહન ચેકીંગ કરતા પોલીસ સ્ટાફમાં પણ ટ્રાફિકના નવા કાયદાનો અમલ કરાવવો મુશ્કેલ બન્યો છે અને ખુદ પોલીસને પણ નબળી કામગીરી બદલ દંડ ભરવો પડતો હોવાથી પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.