Abtak Media Google News

એક માત્ર સરકારી હોસ્પિટલમાં તબીબ સહિતના પુરતા સ્ટાફનો અભાવ: દર્દીઓને હાલાકી, સરકારી તંત્ર બિન્દાસ

 

પડધરી શહેર અને ગ્રામ્ય તાલુકા વિસ્તારમાં વસ્તી દિન-પ્રતિદિન વધતી જાય છે. જેની સામે સરકારી હોસ્પિટલ એક જ છે. આ હોસ્પિટલમાં જવાબદાર અધિક્ષક જ ખુદ હાજર ન હોવાથી લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ધણીધોરી વગરની આ હોસ્પિટલમાં સ્ટાફ ગેરહાજર હોય છે.

આ બાબતે જવાબદાર તંત્ર તથા ચુંટાયેલા પદાઅધિકારીઓ દ્વારા હોસ્પિટલના તંત્ર સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. કારણે આ હોસ્પિટલનો દિન-પ્રતિદિન આડે જતો જાય છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે જેના કારણે આ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર પણ આપતા નથી તેવી ફરિયાદો પણ ભારે ચર્ચામાં છે. કારણે આવતા જતા સામાન્ય દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. તેમજ પ્રસુતીગૃહમાં મહિલાઓના બાળકો ગુમ થવાના તેમજ અનિચ્છનીય બનાવો બનવાની પુરી શકયતાઓ બતાઈ રહી છે. સીસીટીવી કેમેરા ન હોવાથી આ સરકારી હોસ્પિટલમાં જવાબદાર અધિકારી ડોકટર તથા સ્ટાફ સમયસર હોસ્પિટલમાં સેવા ન બજાવતા હોવાની પણ લોકોમાં ચર્ચા જાગી છે ત્યારે દર્દીની સારવાર રામ ભરોસે કરી દેવામાં આવતી હોવાની પરિસ્થિતિનો દર્દી સામનો કરી રહ્યો છે.

ગુજરાતભરની તમામ સરકારી હોસ્પિટલો સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવી છે ત્યારે પડધરીની સરકારી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન મુકવાનું કારણ શું ? તેવા મુજબના મહત્વના સવાલો પણ ટકોર કરી રહ્યા છે. આ હોસ્પિટલમાં ઓપરેશન થીયેટર હોય અને તેમાં કદાચ કોઈ દર્દીનું ઈમરજન્સી ઓપરેશન રાત્રી દરમિયાન કરવામાં આવે અને લાઈટ જતી રહે ત્યારે ચાલુ ઓપરેશન દરમ્યાન જનરેટર બંધ હાલતમાં હોય ત્યારે દર્દીને જાનનું જોખમ થવાની પુરી શકયતાઓ ચર્ચાતા ચકડોળે ચડી છે. તેમજ આ હોસ્પિટલમાં શુઘ્ધ પીવાના પાણીનો આર.ઓ. પ્લાન્ટ ફીલ્ટર બંધ હાલતમાં છે તો હોસ્પિટલ આવતા-જતા દર્દીઓ ફીલ્ટર વગરનું પાણી પીવા માટે મજબુર થવુ પડે છે તાકીદે રીપેર કરવા તાતી જરૂરીયાત છે.

Gujrat News | Rajkot
gujrat news | rajkot

પડધરી સરકારી હોસ્પિટલના મેદાનમાં ઢોર, કુતરા વગેરે જોવા મળે છે. હોસ્પિટલમાં લાઈટ, પંખા વગેરે સુવિધા પુરી પાડવામાં આવતી નથી જેના કારણે દર્દીને હાલાકી ભોગવી પડે છે. હોસ્પિટલમાં જે-તે જગ્યાએ પાણી જામ થઈ જતુ હોય જેનો નિકાલ પણ કરવામાં આવતો નથી. જેના કારણે મચ્છર-માખીનો ભારે ઉપદ્રવ મધપુડોની જેમ જામી પડતો હોય છે. હોસ્પિટલમાં રંગચાળો ફેલાવાની પુરી શકયતા છે. ખરેખર આ સરકારી હોસ્પિટલમાં કોઈ નોંધપાત્ર સુધારા કયારે થશે ? જવાબદારો દ્વારા આ દિશામાં પગલા ભરવામાં આળસ ખંખેરી આગળ આવશે ખરી ? તેવા લોકોમાં સવાલો થઈ રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.